ધોરણ ૧૧માં ભણતી વિદ્યાર્થી બની ગર્ભવતી , બાળકનાં પિતા વિશે પૂછતાં જુઓ શું જવાબ આપ્યો..

રાજ્યમાં પોલીસના ચોપડે છેડતી (TEASING) અને બળાત્કારના (RAPE) કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે.ત્યારે ડાયમંડ નગરી (DIAMOND TOWN) સુરતમાં પણ એક એવી ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીને (STUDENTS) પેટમાં દુખાવો થવા લાગતાં તેને હોસ્પિટલ (HOSPITAL) માં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ડોક્ટર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ,આ વિદ્યાર્થીની ગર્ભવતી (PREGNANT) છે.

દીકરીને ગર્ભ હોવાની માહિતી સામે આવતા દીકરીના માતા-પિતા ના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. અને માતા-પિતા ચોંકી ગયા હતા. આ બાબતે જ્યારે માતા પિતાએ સગી અને પૂછપરછ કરી ત્યારે સગીરાએ ગોળ-ગોળ જવાબ આપી રહી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે સગીરાનું નિવેદન લઇ ને વધુ તપાસ શરૂ કરી છે.

એક અહેવાલ અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સગીરા તેના પરિવાર સાથે રહે છે સગીરા ધોરણ ૧૧ કોમર્સ માં અભ્યાસ કરી રહી છે. સગીરાના પિતાએ એક મિલમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારના સાંજે સગીરાને પેટમાં દુખાવો થતાં તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાંના ડોક્ટરોએ તપાસમાં જણાવ્યું કે , વિદ્યાર્થીને ૦૬ મહિનાનો ગર્ભ છે.

પોલીસે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે , તેને છ મહિના પહેલા મિલમાં કામ કરતા એક યુવક સાથે સંપર્ક થયો. સગીરાએ આ બાબતે જણાવ્યું હતું કે , મને ખબર નથી કે હું ક્યારેક ગર્ભવતી બની. હું 11 કોમર્સ માં અભ્યાસ કરી રહી છું. મારે એક નાનો ભાઈ છે. ૬ મહિના પહેલાં હું જ્યારે શાળાએથી ઘરે જઈ રહી હતી. ત્યારે મિલમાં કામ કરતા એક યુવક સાથે પરિચય થયો હતો. જ્યારે વિદ્યાર્થીને ગર્ભ પ્રેમીનો છે કે નહીં તે બાબતે પૂછતાં તે કંઈ બોલી ન હતી.

https://www.youtube.com/watch?v=jubNXtFBLj0

હું એક યુવકને ખૂબ જ પ્રેમ કરું છું. અને જો આ વાતની જાણ મારા પિતાને થશે તો તે મને માર મારશે. મને નથી ખબર કે મારાથી કેવી ભૂલ થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.