કાર્યકરોની કમિટી બનાવી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે, મારી વર્કર્સ કમિટી આગળ શું કરવું તે નક્કી કરશે. આ કમિટી નક્કી કરશે કે ચૂંટણી લડવી કે કોઈ રાજકીય પક્ષને ટેકો આપવો. તેમણે કહ્યું કે મારા કાર્યકરો કહે તો હું ચૂંટણી લડીશ અને ના કહે તો નહીં લડું. જો કે મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે આ વખતે વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને મનીષા વકીલને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા મધુ શ્રીવાસ્તવે બુધવારે જ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે તેઓ વાઘોડીયા બેઠક પરથી ચૂંટણી નહીં લડે. અગાઉ તેમણે કહ્યું હતું કે તેમની પત્ની ચૂંટણી લડશે અને તેઓ નહીં લડે. જો કે ત્યાર બાદ યાદીમાંથી તેમનો છેદ જ ઉડી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.