કાર ખરીદતાં પહેલાં તમે ચેક કરી લ્યો કે કઈ બેંક આપે છે સસ્તી લોન

તમે નવી કાર (NEW CAR) ખરીદવાની તૈયારી કરી રહ્યા છો. તો એકવાર જાણી લો કઈ બેંક (BANK) માંથી સૌથી સસ્તી કાર લોન (CHEAP CAR LOANS) મળી રહી છે. જો તમારે સસ્તી કાર ખરીદવી હોય તો લોનએ જ બેંક માંથી લેવી જોઈએ જેના વ્યાજદર (INTEREST RATE) ઓછા હોય.

તેવી કેટલીક બેન્કો પણ છે કે જેઓ કાર ડીલરો સાથે જોડાણ ધરાવે છે જે ડિસ્કાઉન્ટ દરે કારની ઝડપી ખરીદી અને ડીલેવરી ની મંજૂરી આપે છે. કેટલીક બેંકો તેમના પસંદગીના ગ્રાહકોને કોઈ કાગળની જરૂર વગર પૂર્વ મંજૂર કાર લોન આપે છે. તેથી જો આપણે કાર લોન લેવા જઈએ તો એક વખત બેંકમાં સરખામણી કરો કે ક્યાં કેટલા ટકા પર લોન મળી રહી છે.

કાર લોન સસ્તી કે મોંઘી તે તમારા ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે જો તમારો ક્રેડિટ સ્કોર ૭૫૦ પોઈન્ટથી વધુ છે તો તમને સસ્તી કાર લોન મળશે. જો ક્રેડિટ સ્કોર ઓછો અથવા ખરાબ છે તો કાર લોન મોંઘી હશે. અથવા તે બિલકુલ મળશે નહીં. લોન લેતા પહેલા તમારે એક વાર તમારો ક્રેડિટ સ્કોર પણ તપાસવું જોઈએ.

પંજાબ નેશનલ બેંકની કાર લોન ૬.૬૫ ટકાના દરે મળે છે. અને ૧૦ લાખની લોન પર ૧૯,૬૩૬ રુપિયાનું ઈએમઆઈ ચૂકવવું પડશે. પંજાબ એન્ડ સિંધ બેંક ૬.૮૦ ટકાના દરે કાર લોન આપી રહી છે. અને ૧૦ લાખની લોન પર ૧૯,૭૦૭ રુપિયાનું ઈએમઆઈ ચૂકવવું પડશે. ઈન્ડિયન બેંક ૬.૯૦ ટકાનાં દરે કાર લોન ઓફર કરી રહી છે. અને ૧૦ લાખની લોન પર ૧૯,૭૫૪ રુપિયાનું ઈએમઆઈ ચૂકવવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.