મોબાઈલ ના ઉપયોગ થી થતા ગુન્હાઓને શોધી કાઢવા માટે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જૂના મોબાઈલ લે-વેચ કરનાર વેપારીઓ માટે એક જાહેરનામું બહાર પાડયું છે. તે પ્રમાણે શહેરમાં જૂના મોબાઈલ લે-વેચ કરનારા વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ સરનામું નોંધીને ફરજીયાત નિયત રજિસ્ટર બનાવવાના રહેશે.
આ ઉપરાંત કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી સીધો મોબાઈલની લે-વેચ કરે ત્યારે મોબાઈલ વેચનાર વ્યક્તિ પાસેથી ખરીદ કરનાર વ્યક્તિએ મોબાઈલ વેચનાર વ્યક્તિનું ID પ્રૂફ અને પૂરું નામ સરનામું મેળવી એક નકલ પોતાની પાસે રાખી બીજી નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાનું રહેશે. દરેક પોલીસ સ્ટેશનમાં ઉપર મુજબના કોલમનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.
મોબાઈલની વિગત, IMEI નં.ની વિગત રાખવી જરૂરી છે. નવા સીમકાર્ડ વેચાણ કરીતી વખતે વિક્રેતાએ ખરીદનારનું નામ, સરનામું માટેના ઓળખના પુરાવા તથા પાસપોર્ટ સાઈજના ફોટાઓ મેળવવાના રહેશે. તેમજ આ અંગેના રજીસ્ટર પણ નિભાવવાના રહેશે. આ જાહેરનામું તા:28/01/2022 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.