વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે તે નિશ્ચિત છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.અને રાજકીય પાર્ટીઓ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી રહી છે. જેની વચ્ચે ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપે વિધાનસભાની બેઠક દીઠ સર્વે શરૂ કર્યો છે.
મહત્વનું છે કે, તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાન ચૂંટણી પૂર્વે કમલમમાં તબક્કાવાર બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો, પૂર્વ મંત્રીઓ સહિત 300થી વધુ આગેવાનો સાથે કરેલી મહત્વની બેઠકમાં ચૂંટણી રણનીતિ બાબતે પણ મહત્વના નિવેદનો કર્યા હતા.
બીજી તરફ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે વિધાનસભા બેઠક દીઠ સર્વે શરૂ કર્યો છે. આ સર્વે સરકાર અને સીટિંગ ધારાસભ્યોની કામગીરી ચકાસાશે. તેમજ ધારાસભ્ય અને સરકારની કામગીરીને લઇને 1થી 10નું માર્કિંગ અપાશે.અને તદ્દ ઉપરાંત દરેક જિલ્લા દીઠ બેઠકોનો ડેટા ખાનગી કંપની મેળવશે. ઉલ્લેખનીય છે કે, સર્વેના આધારે વિધાનસભામાં ટિકિટો નક્કી થવાના સંકેત દેખાઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ભાજર દ્વારા ખાનગી કંપનીની મદદથી દરેક જિલ્લાવાઈઝ બેઠકો પર સર્વે હાથ ધરાઈ રહ્યો છે.અને જેમાં સરકાર તેમજ સીટિંગ ધારાસભ્યોની કામગીરીની ચકાસણી કરાશે. અને લોકોના મૂડ અને અન્ય ફીડબેક લેવામાં આવશે. સર્વેથી સીટિંગ ધારાસભ્યોનું ટિકિટનું પણ નક્કી થશે તેવા સંકેત
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.