ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં તમામ રાજકીય પાર્ટી પોતપોતાની રીતે સક્રિય થઇ ગઇ છે. ત્યારે હવે ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ આંદોલનને લઇને મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં વીજળીને લઈને આમ આદમી પાર્ટી આંદોલન કરશે અને આ અંગે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં 15 જૂનથી વીજળી આંદોલન શરૂ કરાશે. ગુજરાતમાં મોંઘી વીજળીને લઇને આંદોલન શરૂ કરાશે.’
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ‘વીજળી મેળવવી એ જનતાનો અધિકાર છે. પરંતુ અમે ગુજરાતમાં જોઇ રહ્યાં છીએ કે છેલ્લાં 27 વર્ષથી ભાજપની સરકાર છે, સરકાર સતત લોકોને લૂંટતી આવી રહી છે.અને જેટલી વાર પણ લોકોએ ભાજપને વોટ આપ્યો તેટલી વાર ભાજપ મોંઘવારી વધારે છે. પછી ભલે તે શિક્ષણની વાત હોય કે પછી સ્વાસ્થ્યની વાત હોય કે પછી પેટ્રોલ-ડીઝલની વાત હોય કે પછી વીજળીની વાત હોય. BJP જેટલી પણ વખત જનતાનો વોટ મેળવે છે તેટલી વાર ભાજપ મોંઘવારી વધારે છે. આજે ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળી રહી છે કારણ કે ગુજરાતમાં વીજકંપનીઓની સાથે ભાજપના નેતાઓની સાંઠગાંઠ છે.’
વધુમાં જણાવ્યું કે, ‘વીજકંપનીઓ પાસેથી ભાજપ ચૂંટણી લડવાના પૈસા લે છે. એટલાં જ માટે તમામ વીજકંપનીઓ મનમાની કરે છે, સતત વીજળીના ભાવમાં વઘારો કરતા જઇ રહ્યાં છે અને લોકોને પીસતા જઇ રહ્યાં છે. એટલાં માટે AAPએ એક મોટું આદોલન કરવાની યોજના બનાવી છે. એટલાં માટે આવનારી 15 તારીખથી તમામ ડિસ્ટ્રિક્ટ પ્લેસ પર ડિસ્ટ્રિક્ટના જે નેતા હશે તેઓ મીડિયા બ્રિફિંગ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું કામ કરશે.અને આ સાથે 16થી 24 તારીખ સુધી રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવાશે.અને જેમાં અમે લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડીશું. જેમાં રેલી થશે, પદયાત્રા થશે, મસાલ યાત્રા થશે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.