પંજાબમાં ચૂંટણીની આચારસંહિતાના થોડા કલાકો પહેલા જ પંજાબ સરકારે DGP સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને બદલીને VK ભાવરાને નવા DGP બનાવ્યા છે. PM મોદીની સુરક્ષામાં ચૂક થઇ હોવાના મામલામાં ડીજીપી પર સવાલો ઉઠી રહ્યા છે.
પંજાબમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા પહેલા જ પંજાબ સરકારે UPSC પેનલને IPS અધિકારીઓના નામ મોકલ્યા હતા અને જેમાંથી નવા ડીજીપી તરીકે વીકે ભાવરાની નિમણૂક કરવામાં આવી છે તેમજ વીકે ભાવરા 1987 બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે વિજિલન્સ ચીફ તરીકે કામ કર્યું છે.
પંજાબમાં સરકાર બદલાતાની સાથે જ કેપ્ટન અમરિંદર સિંહના નજીકના સહયોગી દિનકર ગુપ્તાને ખબર પડી હતી કે તેમને ડીજીપી પદ પરથી હટાવવામાં આવશે અને તેથી જ તેઓ રજા પર ઉતરી ગયા હતા. આ પછી IPS સહોતાને પ્રથમ કાર્યકારી DGP તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, પરંતુ નવજોત સિંહ સિદ્ધુના વાંધા બાદ સિદ્ધુના નજીકના IPS સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને DGPનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
પંજાબ સરકાર દ્વારા યુપીએસસીને 10 નામો મોકલવામાં આવેલા પંજાબ સરકાર દ્વારા મંજૂર કરાયેલા ત્રણ નામોમાં સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયનું નામ સામેલ નહોતું અને એટલે જ આચારસંહિતાના થોડા કલાકો પહેલાં જ પંજાબ સરકારે વીકે ભાવરાને ઉતાવળમાં પંજાબ મોકલી દીધા હતા. નવા ડીજીપીની નિમણૂંક કરવામાં આવી છે. જો પંજાબ સરકારે આચાર સંહિતા પહેલા ડીજીપીનું નામ નક્કી ન કર્યું હોત તો ચૂંટણી પંચે ડીજીપીની નિમણૂક કરવાનો અધિકાર ગુમાવ્યો હોત.
આ મુદ્દો સોશિયલ મીડિયા પર ખુબજ ચગ્યો હતો અને સરકાર માટે આ મામલે ચોખવટ કરી હતી. જો કે આજે ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરશે ત્યારે આચારસંહિતા લાગુ પડી જશે અને પછી સરકાર ડીજીપીની નિમણૂક કરવાનો અધિકાર ગુમાવી દે આ પહેલા ઉતાવળમાંજ પંજાબ સરકારે DGPની નિમણુક કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.