ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે એકવાર ફરી શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે. પોતાના સમર્થકો સાથે શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવાસ્થાને બેઠક કરી હતી અને જે દરમ્યાન કોંગ્રેસમાં જોડાવવા અંગે અને ગુજરાતના લઠ્ઠાકાંડ અંગે શંકરસિંહ વાઘેલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
તેમણે નિવેદન આપતા જણાવ્યું કે, ‘હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે.’
તો બીજી બાજુ રાજ્યમાં લઠ્ઠાકાંડ અંગે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘ગુજરાત ઉડતુ ગુજરાત બની રહ્યું છે. રાજ્યમાંથી દારૂબંધી કાઢી નાખવી જોઇએ. લાખો કરોડોનો વેપાર ખોટા ખિસ્સાઓમાં જઇ રહ્યો છે. પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાથી કંઇ નહીં થાય મુખ્ય શખ્સોને પકડો અને દારૂબંધી હટશે તો લાખો કરોડો સરકારની તિજોરીમાં આવશે. જવાબદાર તો રાજ્યોનો વડો હોય, અધિકારી તો વહીવટનો ભાગ હોય.’
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બોટાદના બરવાળાના લઠ્ઠાકાંડ મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં દારૂબંધીના નામે નાટક ચાલી રહ્યું છે. સરકારે નવી નશાબંધી નીતિનો અમલ કરવો જોઇએ. ભાજપનો જિલ્લા પ્રમુખ દારૂ પીને મંત્રી સાથે ફરે છે. ભાજપે આ દારૂ પીધેલા પ્રમુખનું માત્ર રાજીનામું લીધું. શા માટે કાયદાકીય કાર્યવાહી ન કરી? ગુજરાતના તમામ ગામોમાં દારૂ વેચાય છે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ છે આ રજૂઆતો બાદ પણ દારૂ મામલે કાર્યવાહી ન કરી.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.