ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ થયુ છે. અને જેમાં પ્રહલાદસિંહ પરમાર, વિક્રમસિંહ ઝાલા ભાજપમાં જોડાયા છે. તેમજ લખતર APMCના ચેરમેન હિતેન્દ્ર રાણા, ડિરેક્ટર કલ્પરાજ રાણા તેમજ લખતર તા.પં.ના બે સભ્યો સાથે સુરસાગર ડેરીના ડિરેક્ટર ભરતસિંહ ઝાલા જોડાયા ભાજપમાં જોડાયા છે.
ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ થયુ છે. તેમાં પૂર્વ MLA જુવાનસિંહ પરમારના પુત્ર ભાજપમાં જોડાયા છે. તથા પ્રહલાદસિંહ સમર્થકો સાથે ભાજપમાં સામલે થયા છે. અને તેમની સાથે વઢવાણ, મુળી, લખતરના આગેવાનો પણ જોડાયા છે. જેમાં આગેવાનોની હાજરીમાં ગાંધીનગર કમલમમાં સમગ્ર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.
સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ આગેવાન અને ડિસ્ટ્રીકટ બેંકના પૂર્વ ચેરમેન તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી એવા જુવાનસિંહ પરમારના પુત્ર આજે મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે. જેમાં આજે અમદાવાદ કમલમ ખાતે 6૦૦થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે. સાથે વઢવાણ, મુળી, લખતર સહિતના તાલુકાઓમાંથી પણ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે.અને મોટી સંખ્યામાં જીલ્લામાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.