ઓક્સિજનની ખપત એપ્રિલના અંત સુધીમાં, 2000 મેટ્રિક ટન પ્રતિદિન સુધીનું અનુમાન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને એક પત્ર લખીને કહ્યુ છે કે રાજ્યમાં આવનારા 15 દિવસોમાં એક્ટિવ કેસની સંખ્યા 2 ગણી થવાની આશંકા છે. ઠાકરેએ પીએમ મોદીને સંબોધિત કરી એક પત્રમાં બુધવારે કહ્યું મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી એક્ટિવ કેસની સંખ્યા 11.9 લાખ થવાની આશંકા છે.

પડોશી રાજ્યોમાં તરલ ચિકિત્સીય ઓક્સિજનના પરિવહનમાં કેટલીક અડચણનો હવાલો આપતા ઠાકરેએ દેશના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ઈસ્પાત સંયંત્રોથી ઓક્સિજન હવાઈ માર્ગથી લાવવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ પરવાનગી માંગી છે.

મોદીને પત્ર લખી સીએમએ રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ સંબંધી કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યુ અને માંગ કરી કે અધિકારીઓને ભારતીય પેન્ટેન્ટ અધિનિયમ 1970ની કલમ 92 અનુસાર નિકાસ યુનિટનું ઉત્પાદન અને વેચાણ કરવાની પરવાનગી આપવા માટે અનિવાર્ય લાયસન્સ આપવામાં આવે

તેમણે કેન્દ્રને વિનંતી કરી છે કે કોરોનાને પ્રાકૃતિક સંકટ માને જેનાથી સરકાર એસડીઆરએફનો ઉપયોગ અસરગ્રસ્ત લોકોને આર્થિક મદદ કરવા માટે કરી શકે. એક સરકારી અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ ગઠન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદાના ભાગ તરીકે કરવામાં આવ્યો હતો. જેથી આ કામ માટે કેન્દ્રની મંજૂરી જરુરી છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.