વર્તન અયોગ્ય , ગેટ્સે પોતાની મહિલા સહકર્મી આપી દીધી આવી ઓફર..

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી જાયન્ટ માઈક્રોસોફટનાં(MICROSOFT) ચેરમેન(CHAIRMAN) બિલ ગેટ્સે(BILL GATES) કંપનીની ૨૦૦૮માં એક મહિલા(WOMEN) કર્મચારીને ઈ-મેલ(E-MAIL) મોકલીને ડેટ પર જવા માટે કહ્યું હતું. આ મેઈલ વિશે જાણ થતાં ,કંપનીના વરિષ્ઠ અધિકારીએ(SENIOR OFFICER) ગેટ્સને ચેતવણી આપી હતી.

પ્રવક્તાએ કહ્યું કે અધિકારીઓની ચેતવણીમાં એવા મેસેજ પણ સામે છે કે ગેટ્સે મહિલા કર્મચારીને ડેટ પર જવા માટે કહ્યું હતું. તે સમયે ગેટ્સ કંપનીના સંપૂર્ણ સમયના કર્મચારી અને કંપનીના ચેરમેન હતા. શાએ કહ્યું કે ઈમેલમાં કંપનીની બહાર મળવાની વાત હતી. પ્રવક્તાએ કહ્યું કે ગેટ્સે મહિલા કર્મચારીને ઈ-મેલ મોકલ્યા હતાં. આ વિશે જાણ્યા પછી , કંપનીના અધિકારીઓએ ગેટ્સને કહ્યું કે તેમનું વર્તન અયોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓગસ્ટમાં બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સે ઔપચારિક રીતે છૂટાછેડા લીધા હતા. 27 વર્ષના લગ્નજીવન બાદ બંનેએ 3 મેના રોજ છૂટાછેડા માટે અરજી કરી હતી. બિલ અને મેલિન્ડા ગેટ્સ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-સ્થાપક પણ છે, જે વિશ્વના સૌથી મોટા ખાનગી કલ્યાણ ટ્રસ્ટોમાંથી એક છે. સિએટલ સ્થિત ફાઉન્ડેશને છેલ્લા બે દાયકામાં વૈશ્વિક આરોગ્ય અને અન્ય કલ્યાણ પ્રવૃત્તિઓ પર 3.5 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે.

આ ફાઉન્ડેશન મેલેરિયા અને પોલિયો નાબૂદી માટેના કાર્યક્રમો માટે ટેકો પૂરો પાડે છે. ગયા વર્ષે કોરોના મહામારી સામે આવ્યા બાદ, બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને તેની સાથે વ્યવહાર કરવા માટે 1.75 અબજ ડોલર (લગભગ 13 હજાર કરોડ રૂપિયા) આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.