સ્થાવર સંપત્તિની માલિકી માટે હવે તેને આધાર સાથે લિંક કરાવવાની રહેશે. કેન્દ્ર સરકાર પ્રથમવાર સંપત્તિના માલિકીપણા માટે કાયદો લાવી રહી છે. મુસદો તૈયાર થઈ ચૂક્યો છે. પાંચ સભ્યોની તજજ્ઞ સમિતિ પણ બની ચૂકી છે. તે રાજ્યો સાથે સંકલન કરશે. જમીન સાથે જોડાયેલા મામલા રાજ્યોના અધિકાર હેઠળ છે આથી કેન્દ્ર મોડલ કાયદો ઘડી રાજ્યોને આપશે.
19 રાજ્યોમાં એનડીએ સરકાર છે. શક્ય છે કે મોટાભાગના રાજ્યોમાં કાયદો લાગુ થઈ જશે. નવા કાયદાથી સંપત્તિના ખરીદ-વેચાણમાં થતી છેતરપિંડી અટકશે. બેનામી સંપત્તિનો પણ ખ્યાલ આવશે. જે વ્યક્તિ સ્થાવર સંપત્તિને આધાર સાથે લિંક કરાવશે તેની સંપત્તિ પર કબજો હશે તો તે છોડાવવાની જવાબદારી સરકારની રહેશે અથવા સરકાર વળતર આપશે. આધાર લિંક નહીં હોય તો સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.