બેંગલુરુના KGFનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ, ક્લિપમાં તમે જોઈ શકો છો કે થોડી સેકન્ડમાં એક ઈમારત ધરાશાયી…

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ઈમારત જમીન પર ધરાશાયી થતી દેખાઈ રહી છે. આ ઘટના બેંગલુરુમાં KGF (કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ) ખાતે બની હતી, જ્યાં એક બિલ્ડિંગ થોડી જ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ હતી.

રિપોર્ટ અનુસાર, બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું જેના કારણે બિલ્ડિંગમાં મોટી તિરાડો પડી ગઈ હતી. પોલીસ અને ફાયરમેન સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઈમારત ધરાશાયી થાય તે પહેલા તેમણે લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા, જેના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આ ક્યારે બની હતી, તેની હાલમાં કોઈ પુષ્ટિ થઈ નથી.

શું છે સમગ્ર મામલો?

આ વીડિયોને શેર કરીને યુઝરે કેપ્શનમાં લખ્યું- બેંગલુરુમાં KGF (કોલાર ગોલ્ડ ફિલ્ડ)ના બાંગરપેટમાં એક મોટી ઈમારત ધરાશાયી થઈ ગઈ. આ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ કામના કારણે બિલ્ડીંગમાં મોટી તિરાડો પડી ગઈ હતી. તકેદારી લેતા પોલીસ અને ફાયર વિભાગના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક ઝડપે કામ કરીને, તેઓએ બિલ્ડિંગ ધરાશાયી થાય તે પહેલાં દરેકને બહાર કાઢ્યા. જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

ફાયર વિભાગ અને પોલીસની થઈ પ્રશંસા

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. 12 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક ઈમારત તૂટી પડે છે અને ધરાશાયી થઈ જાય છે. દરમિયાન ત્યાં હાજર લોકો ઘટનાનો વીડિયો બનાવી લે છે. લોકો પોલીસ અને ફાયર ફાઈટરોની પ્રશંસા કરી રહ્યા છે, જેમણે લોકોને સ્થળ પરથી કોઈ દુર્ઘટના ઘટે એ પહેલા બહાર કાઢ્યા, જેના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.