થોડાક દિવસ પહેલા હોસ્પિટલોમાં બૃહન્મુંબઈ નગર નિગમ(બીએમસી)એ ‘મુંબઈ મોર્ડલ’અપનાવ્યુ જેના કારણે કોરોનાથી થઈ રહેલા મોતના મામલા ઓછા કરી શકાય. મહારાશષ્ટ્રમાં લોકોના મોતના મામલામાં સ્થિરતા જોતા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને મુંબઈ પાસેથી શીખ લેવા કહ્યુ હતુ.
એક ન્યૂઝ ચેનલે બીએમસીના આયુક્ત ઈકબાલ સિંહ ચહલ સાથે વાત કરી તો કે થોડા નાખુશ દેખાયા. તેમણે કહ્યું કે મુંબઈ મોર્ડલ અન્ય શહેરો અને રાજ્યોમાં ત્યારે કામ કરી શકે છે જ્યારે કોરોના વાયરસની સમસ્યાની ગંભારતા અંગે ત્યાના લોકોમાં ઈમાનદારી હોય. ચહલે કહ્યુ કે 2 મહિના પહેલા મને ભારત સરકારમાં મારા સહયોગિયોનો ફોન આવ્યો. જેમા પૂછવામાં આવ્યુ કે ફક્ત મહારાષ્ટ્રમાં કોવિડ કેમ છે અને તે અમારા પર હસી રહ્યા હતા.
તેમણે કહ્યુ કે મુંબઈમાં જ્યારે ઓક્સિજનની સમસ્યા એક ઈતિહાસ છે. આપણે આપણા હાલના સંસાધનોનો પ્લાન કરી ઉપયોગ કર્યો. બીએમસીએ ઉપલબ્ધ ઓક્સિજન અને તેના સહજ વિતરણ તથ બફર સ્ટોરનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.