ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટમાં, ભારતની હાર બાદ,બંને ઇનિંગ્સમાં નિષ્ફળ ગયેલા બેટ્સમેન અજિંક્ય રહાણેની, થઈ રહી છે ટીકા

ઇંગ્લેન્ડ  સામે પહેલી ટેસ્ટમાં ભારતની  227 રનથી હાર બાદ બંને ઇનિંગ્સમાં નિષ્ફળ ગયેલા બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીકા થઈ રહી છે. કેપ્ટન વિરાટ કોહલીએ રહાણેનો બચાવ કરતાં કહ્યું હતું કે, જો તમે કંઇ બોલાવવા માંગો છો, તો તે નહીં થઈ શકે.

મેલબોર્નમાં સદી બાદ તેમણે અણનમ 27, 22, 4, 37, 24, 1 અને 0 રન બનાવ્યા હતા. સદી બાદ શ્રેષ્ઠ ખેલાડી લય જાળવી રાખે છે અને નબળા ફોર્મમાં ચાલતા ખેલાડીઓનું દબાણ ઓછું કરે છે.

ઓસ્ટ્રેલિયામાં કેપ્ટન તરીકે ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક રીતે જીતાડવા બદલ રહાણેની પ્રશંસા કરવામાં આવી હતી.

કોહલીએ કહ્યું હતું કે, હું પણ બોલ્ડ થઈ ગયો હતો. જો તમે કંઈક બોલાવવા માંગતા હો, તો તે શક્ય નથી, કારણ કે એવું કંઈ નથી. અજિંક્યે અને પૂજારા અમારા સૌથી મહત્વપૂર્ણ ટેસ્ટ બેટ્સમેન છે અને અમને તેમની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે.

કોહલીએ ચેન્નાઈમાં રહાણેના પ્રદર્શન વિશે જણાવ્યું હતું કે, તે માત્ર એક ટેસ્ટ અને બે ઇનિંગ્સની વાત છે. તમે આ ઇનિંગ્સને એક બાજુ મૂકી શકો છો, પરંતુ પ્રથમ ઇનિંગ્સમાં તે ચોગ્ગો મારવા માંગતો હતો, જેને રુટે દ્વારા શાનદાર કેચમાં ફેરવી નાખ્યો હતો.

મેચ પછી ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ફર્સ્ટ હાફમાં અમે ઇંગ્લેન્ડને દબાણમાં નહોતા લાવ્યા, તેણે વધુ પ્રોફેશન રમત દાખવી હતી. જોકે એક ટીમ તરીકે અમને બાઉન્સ બેક કરતા આવડે છે, અમે આગામી ત્રણ મેચમાં અમે સારો દેખાવ કરીશું.

આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમ અમારા કરતા વધુ પ્રેકટિકલ હતી. ભારતીય કેપ્ટનને આશા છે કે, ટીમ આગામી મેચોમાં સારૂ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે, અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે, આગામી ત્રણ મેચોમાં અમે સારી ટક્કર આપીએ અને એ વસ્તુઓને હાથમાંથી ન નિકળવા દઈએ જે આ ટેસ્ટમાં જોવા મળ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.