બેવડો ફટકોઃ કોરોનાની સારવારમાં 50% રકમ PPE કીટ્સના નામે વસૂલતી હોસ્પિટલ્સ

હોસ્પિટલ્સ ડિસ્પોઝેબલ આઈટેમ્સનો 10%થી વધુ ચાર્જ ન લઈ શકે

ઈન્સ્યોરન્સ કંપનીઝ ફેસ શિલ્ડ, માસ્ક, પીપીઈ કીટ્સ વગેરેનો ખર્ચો નથી ચુકવતી

 

સાંભળીને આંચકો લાગશે કે કોરોનાની સારવાર કરતી હોસ્પિટલ્સ N95 માસ્ક્સ અને પીપીઈ કીટ્સના નામે એક લાખ રૂપિયાનું બિલ બનાવી રહી છે. આ સાંભળવું થોડું વધુ પડતું લાગશે પરંતુ દેશની ખાનગી હોસ્પિટલ્સમાં હાલ આવું જ ચાલી રહ્યું છે. અનેક ખાનગી હોસ્પિટલ્સે માસ્ક અને પીપીઈ કીટ્સના નામે બિલમાં 50 ટકા જેટલી રકમ જોડી દીધી છે. અત્યાર સુધી હોસ્પિટલ્સ આવી વસ્તુઓ માટે 10 ટકા ચાર્જ લેતી હતી જેને વધારીને 50 ટકા કરી દીધો છે. મતલબ કે, બિલની 50 ટકા રકમ દવાઓની અને 50 ટકા રકમ દર્દીની સારવાર દરમિયાન મેડિકલ સ્ટાફ પર જે ખર્ચ થાય તે ગણાય.

મેડિકલ સ્ટાફ પીપીઈ કીટ અને માસ્ક પહેરીને એક જ વખતમાં અનેક દર્દીઓને તપાસે છે પરંતુ તમામ દર્દીઓના બિલમાં તેની પૂરી રકમ ઉમેરાય છે. જો એક પીપીઈ કીટ અને માસ્ક પહેરીને ડોક્ટર પાંચ દર્દીને તપાસે તો તેનો ખર્ચો પાંચ દર્દીઓમાં વહેંચાવો જોઈએ પરંતુ તમામ દર્દીઓના બિલમાં માસ્ક અને કીટનો પૂરો ખર્ચો ઉમેરવામાં આવે છે.

મુંબઈની એક ખાનગી હોસ્પિટલે એક પરિવારને 2.8 લાખ રૂપિયાનું બિલ આપ્યું જેમાં 1.4 લાખ રૂપિયા માસ્ક અને પીપીઈ કીટ્સના ઉમેરેલા છે. આ કાંડનો ભોગ બનેલા દર્દીએ જણાવ્યું કે પોતે કોરોનાના કારણે 19 દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો અને બિલમાં અડધી રકમ તો કીટ, માસ્ક અને ફેસ શિલ્ડની જ ગણાઈ છે. દર્દીને તેનાથી પણ મોટો ઝાટકો ઈન્સ્યોરન્સ કંપનીએ માસ્ક, પીપીઈ કીટ અને ફેસ શિલ્ડના પૈસા નહીં ચુકવે તેમ કહીને આપ્યો હતો.

દિલ્હીની એક હોસ્પિટલે દર્દીને ફક્ત પીપીઈ કીટ્સનું 80,000 રૂપિયાનું બિલ પકડાવ્યું છે. હોસ્પિટલે શરૂઆતના બે દિવસ પ્રતિ કીટ 4,300 રૂપિયા ચાર્જ ગણ્યો હતો પરંતુ બાકીના સાત દિવસ પ્રતિ કીટ 8,900 રૂપિયા ચાર્જ લીધો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.