સાવધાન રહેજો… તમારી આસપાસ ભટકતા ATM ચોરોથી સાવધાન.. સુરતમાં આખી ગેંગ ઝડપાઇ.

પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્નારા છેલ્લા થોડા સમયથી એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જતાં ગરીબ વર્ગના લોકોને ટાગઁટ કરી એટીએમ મશીનમાં કોઈ તકલીફ પડે ત્યારે લોકોનું મદદ કરવાનું તરકટ રચી પૈસા ઉપાડવા જતાં લોકોના એટીએમ કાર્ડ ચોરી કરી તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતી ગેંગ સક્રિય થઈ હતી. જે ગેંગને તાત્કાલિક ઝડપી પાડવાની જવાબદારી એસ.ઓ. જીને સોંપવામાં આવી હતી.

જેને પગલે એસ.ઓ.જી અલગ અલગ વિસ્તારોમાં બનેલા ગુનાઓની માહિતી એકઠી કરી તે ગુનાઓ આરોપીઓની ગુનો આચરવાની કાયઁપદ્ધતિ થી વાકેફ થયાં હતાં.

https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo&t=1s

આ આરોપી પાસેથી બેંકોનાં અલગ અલગ એટીએમ કાર્ડ ,૩ મોબાઈલ ફોન તથા રોકડા ૩૮૮૭૦ રુપિયા મળી કુલ ૬૮૮૭૦ રુપિયાનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્રણ આરોપી ભેગા મળીને અલગ અલગ બેંકોના એટીએમ સેન્ટરો ઉપર વોચ ગોઠવતાં હતાં. અને પછી પૈસા ઉપાડી લેતાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.