ગુજરાતમાં (GUJARAT) ચોમાસું (MONSOON) હવે બારેમાસ બની ગયું છે. કોઈ પણ મહિનો કે મોસમ કેમ ન હોય , વરસાદ આવી પડે છે. ત્યારે ભરશિયાળે (OVERFLOW) ગુજરાતનું હવામાન (WEATHER) ફરી એકવાર પલટાવા જઈ રહ્યું છે.
હવામાન વિભાગ દ્નારા રાજયમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદની શકયતા છે. હવામાન વિભાગનાં ડાયરેકટર મનોરમા મોહંતીએ કહ્યું કે , ૧૭ , ૧૮ ,૧૯ નવેમ્બરે રાજયમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે , મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ દસ્તક આપી શકે છે.
હાલમાં ગુજરાતમાં ઠંડીનો ચમકરો જોવા મળી રહ્યો છે. પરંતુ બે દિવસ બાદ રાજયભરમાં ઠંડકનું પ્રમાણ પણ વધશે. દિવસમાં ૨ થી ૪ ડિગ્રી તાપમાન હજુ ધટતાં વધુ ઠંડક અહેસાસ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.