હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. જેને કારણે ગુજરાતમાં પણ બર્ફિલી ઠંડીની અસર વર્તાઈ છે. શુક્રવારે નલિયામાં સૌથી ઓછું 4.2 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું. જ્યારે ડીસામાં 6.1 ડિગ્રી નોંધાયું. તો ગુજરાતમાં અમદાવાદ સહિત 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું હતું.
ઉત્તર પૂર્વમાંથી ફૂંકાતાં ઠંડા પવનને કારણે લોકો ઠુઠવાયા હતા. અફઘાનિસ્તાન અને તેની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. જે પાકિસ્તાન થઈ ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે શનિવારથી તાપમાનમાં વધારો નોંધાશે. આ સિસ્ટમને કાપણે રવિવારથી પવનની દિશા બદલાશે અને તેની સાથે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાશે.
આ તારીખે પડી શકે છે વરસાદ
જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સોમવારે 13 જાન્યુઆરીએ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર અને કચ્છ વિસ્તારમાં માવઠું પડે તેવી શક્યતા છે.
રાજ્સ્થાનનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર યથાવત રહેતા ઠેર ઠેર બરફની ચાદર છવાઈ છે. આબુમાં ઠંડીનો ચમકારો વધતા પાણી બરફમાં ફેરવાયું છે. ઠંડીનો કહેર યથાવત રહેતા બે માસનું વેકેશન જાહેર કર્યું છે. માઉન્ટ આબુમાં ગત વર્ષે માયનસ ચાર ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું જે આ વર્ષે અત્યાર સુધીમાં માયનસ ત્રણ ડિગ્રી સુધી પહોંચ્યું છે. જેને પગલે જનજીવનને ભારે અસર પહોંચી છે. સહેલાણીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શાળા અને કોલેજોમાં બે માસનું લાંબુ વેકેશન જાહેર કરવમાં આવ્યું છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.