ભાદર ડેમમાં નર્મદાનું પાણી છોડાયું,રાજકોટ, ધોરાજી, જેતપુર શહેરને પાણી મળી રહેશે

રાજકોટ શહેરના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટશહેરને પાણી પુરુ પાડતા જળાશયમાં પાણી છોડાયુ છે.

પાણી ગોંડલના ગુંદાસરા ગામેથી ભાદર ડેમમાં પહોંચ્યુ. ગુંદાસરથી ભાદર વચ્ચેના ડેમોને પણ મળશે પાણી. નર્મદાનું પાણી નદીમાંથી પસાર થતા કુવાના તળ ઉંચા આવશે અને પાણીની સમસ્યામાં ફાયદો થશે.

ઉનાળામાં આજીડેમ છલોછલ ભરાયો છે. આજીડેમમાં પાણીની સપાટી 27 ફૂટ પર પહોંચી છે. આજીડેમ ભરાતા હવે પાણીની સમસ્યા રહેશે નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.