ભડકાઉ ભાષણ નાં આરોપી એવા ભાજપના નેતા કપિલ મિશ્રાને કેન્દ્ર સરકારે આપી Y+ કેટેગરીની સુરક્ષા

મોડલ ટાઉનના ભાજપા ઉમેદવાર રહેલા કપિલ મિશ્રાને દિલ્હી પોલીસે Y શ્રેણીની સુરક્ષા આપી છે. કપિલ મિશ્રાની સાથે 24 કલાક 6 જવાન તૈનાત રહેશે. થોડા દિવસ પહેલા જ કપિલ મિશ્રાએ ટ્વીટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેમને ધમકીઓ મળી રહી છે. જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે ઉશ્કેરણીજનક ભાષણો અને નિવેદનો આપવા માટે કેસ દાખલ કરવાનો નિર્ણય લેવાનું કહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે દિલ્હીમાં થયેલી સાંપ્રદાયિક હિંસાની સુનાવણી કરતા કહ્યું હતું કે, તેઓ દિલ્હીમાં 1984 જેવી પરિસ્થિતિ નહીં બનવા દેશે. કપિલ મિશ્રા સિવાય સીલમપુરથી ભાજપા ઉમેદવાર રહેલા કૌશન મિશ્રાને પણ Y શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૌશલ મિશ્રાને કુખ્યાત ગેંગસ્ટર નાસિરની પહેલેથી જ ધમકી મળી છે. બંને નેતા મૌજપુર ચોક પર હિંસાના દિવસે ત્યાં જ હતા.

મૌજપુર ચોક પર પ્રદર્શન દરમિયાન કપિલ મિશ્રાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે પોલીસને ત્રણ દિવસમાં રસ્તો ખોલવાનું અલ્ટીમેટમ આપતા કહી રહ્યા હતા કે, ટ્રમ્પના જવા સુધી અમે ચૂપ છે, શાંતિથી જઈ રહ્યા છે. પણ ત્રણ દિવસ પછી જો પોલીસે રસ્તો નાખોલાવ્યો તો અમે રસ્તા પર ઉતરી જશું.

23 ફેબ્રુઆરીના રોજ કપિલ મિશ્રાએ જાફરાબાદ વિસ્તારના મૌજપુર ચોક પર ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા. ત્યાર બાદ CAA સમર્થકો અને વિરોધી સામ-સામે આવી ગયા અને હિંસા શરૂ થઈ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.