ભાદરવા સુદ પૂનમને બુધવારથી શ્રાદ્ધપક્ષ મહાલય શરૂ, તિથિઓની વધ-ઘટ હોવા છતાં 16 દિવસ પિતૃપૂજા

શ્રદ્ધાપૂર્વક ઉજવાતો અવસર એટલે શ્રાદ્ધ પક્ષનો ભાદરવા વદ-એકમથી પ્રારંભ થશે. 15 દિવસના શ્રાદ્ધ પર્વ દરમિયાન પૂર્વજો-વડવાઓને યાદ કરીને તેમને શ્રાદ્ધ દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ દિવસોમાં વડવાઓ-પૂર્વજોના માનમાં શ્રાદ્ધની સાથે ભૂદેવોને દાન-દક્ષિણા, દેવ મંદિરમાં પ્રાર્થના, ભજન-કર્તિન, ગરીબોને અન્ન-વસ્ત્ર દાન આપી આદરપૂર્વક શ્રાદ્ધ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે પિતૃપક્ષની શરૂઆત 2 સપ્ટેમ્બરથી થઇ રહી છે જે 17 તારીખ સુધી રહેશે. આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. આ વર્ષે તિથિઓની વધ-ઘટ હોવા છતાં પિતૃઓની પૂજા માટે 16 દિવસ મળી રહ્યાં છે. સામાન્ય રીતે પિતૃપક્ષ પૂર્ણ થતાં જ બીજા દિવસથી નવરાત્રિ શરૂ થઇ જાય છે. પરંતુ આ વર્ષે 19 વર્ષ બાદ આવો સંયોગ બની રહ્યો છે જ્યારે પિતૃપક્ષના પૂર્ણ થવાના એક મહિના પછી નવરાત્રિ શરૂ થશે.

ક્યારે કોનું શ્રાદ્ધ કરાશે
ભાદરવા સુદ પૂનમને બુધવારથી શ્રાદ્ધપક્ષ મહાલય શરૂ થશે
2સપ્ટેમ્બર બુધવાર એકમનું શ્રાદ્ધ
3 સપ્ટેમ્બર ગુરૂવાર બીજનું શ્રાદ્ધ
4 સપ્ટેમ્બર શુક્રવાર ત્રીજનું શ્રાદ્ધ
5 સપ્ટેમ્બર શનિવાર સંકષ્ટ ચતુર્થી
6 સપ્ટેમ્બર રવિવાર ચોથનું શ્રાદ્ધ
7 સપ્ટેમ્બર સોમવાર પાંચમનું શ્રાદ્ધ
8 સપ્ટેમ્બર મંગળવાર છઠનું શ્રાદ્ધ, કૃતિકા શ્રાદ્ધ
9 સપ્ટેમ્બર બુધવાર સાતમનું શ્રાદ્ધ
10 સપ્ટેમ્બર ગુરૂવાર આઠમનું શ્રાદ્ધ, રોહિણી
11 સપ્ટેમ્બર શુક્રવાર નોમનું શ્રાદ્ધ, સૌભાગ્યવતીનું શ્રાદ્ધ, અવિધવા નોમ
12 સપ્ટેમ્બર શનિવાર દશમનું શ્રાદ્ધ
13 સપ્ટેમ્બર રવિવાર અગિયારસનું શ્રાદ્ધ (ઇન્દિરા એકાદશી)
14 સપ્ટેમ્બર સોમવાર બારસનું શ્રાદ્ધ, રેટિયાબારસ, સંન્યાસીના શ્રાદ્ધ
15 સપ્ટેમ્બર મંગળવાર તેરસનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ, ભૌમ પ્રદોષ
16 સપ્ટેમ્બર બુધવાર શસ્ત્ર અસ્ત્રથી અથવા ઘાતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ
17 સપ્ટેમ્બર ગુરૂવાર અમાસનું શ્રાદ્ધ, ચૌદશ-પુનમ અમાવસ્યાનું શ્રાદ્ધ, દર્શા અમાવાસ્યા, શ્રાદ્ધના દિવસો પૂર્ણ.

17 સપ્ટેમ્બર સર્વપિતૃ અમાસ
પિતૃપક્ષનો છેલ્લો દિવસ સર્વપિતૃ અમાસ હોય છે. આ દિવસે પરિવારના તે મૃત સભ્યોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. જેમનું મૃત્યુ અમાસ, પૂનમ અથવા ચૌદશ તિથિએ થયું હોય. જો કોઇ વ્યક્તિ બધી જ તિથિઓ ઉપર શ્રાદ્ધ કરી શકે નહીં તો માત્ર અમાસ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.