ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યર્પણની લંડનની એક કોર્ટમાં ચાલી રહેલી સુનવણીમાં કોંગ્રેસમાં સામેલ બોમ્બે અને અલ્હાબાદ હાઇકોર્ટના એક પૂર્વ જજ અભય થિપ્સેની નીરવના પક્ષમાં સાક્ષીનો કેસ તૂલ પકડી રહ્યો છે. ભાજપે આ મુદ્દા પર કોંગ્રેસને ઘેરી છે અને રાહુલ ગાંધી પર મોટો આરોપ મૂકયો છે.
વાત એમ છે કે થિપ્સે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાક્ષીમાં લંડનની કોર્ટને કહ્યું કે CBIના નીરવ પર લગાવામાં આવેલા આરોપ ભારતીય કાયદાની અંતર્ગત ટકશે નહીં. આપને જણાવી દઇએ કે અભય થિપ્સે 2018મા કોંગ્રેસમાં સામેલ થયા હતા.
ભાજપે રાહુલ અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
ભાજપ નેતા અને પ્રવક્તાએ ટ્વીટ કરીને રાહુલ ગાંધીને ઘેર્યા. તેમણે કહ્યું કે અહીં ભારતમાં રાહુલ ગાંધી નીરવ મોદીને લઇ સરકારને પ્રશ્ન પૂછે છે તો બીજીબાજુ રાહુલના ખાસ અને કોંગ્રેસના અભય થિપ્સે (પૂર્વ જજ) નીરવ મોદીના પક્ષમાં સાક્ષી બન્યા છે. આખરે શું છે જે રાહુલ ઇચ્છતા નથી કે નીરવ ભારત આવે. એ રાત્રે પાર્ટીમાં રાહુલ અને નીરવ વચ્ચે શું લેવડ-દેવડ થઇ હતી?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.