ભારતીય સ્ટેટ બેંકનાં નેતૃત્વમાં ભારતીય બેંકોનાં એક સમુહે ભાગેડું બિઝનેશ મેન વિજય માલ્યા વિરૂધ્ધ ફરીથી લંડનની હાઇકોર્ટનાં દ્રાર ખટખટાવ્યા છે, આ કેસ બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલી લોન અને તેના વસુલાત સાથે સંકળાયેલો છે.
કંપની બાબતો અંગે કેસની સુનાવણી કરનારી બેંચનાં મુખ્ય ન્યાયાધિશ માઇકલ બ્રિગ્સએ શુક્રવારે આ કેસની વિડિયો કોન્ફર્ન્સિંગ દ્વારા સુનાવણી કરી, આ દરમિયાન માલ્યા અને બેંકોનાં સમુહ તરફથી ભારતીય હાઇકોર્ટનાં રિટાયર્ડ ન્યાયાધીશોએ બંનેની કાયદાકિય સ્થીતીનાં પક્ષ અને વિપક્ષમાં દલીલો રજુ કરી.
બંને પક્ષોએ બ્રિટનમાં માલ્યા વિરૂધ્ધ નાદારી કાયદાનાં પક્ષ-વિપક્ષમાં પોતાની દલીલો રજુ કરી, બેંકોએ જ્યાં માલ્યા પાસેથી નાણાની વસુલાત બ્રિટનમાં કરવા માટે તેમની ભારતીય પ્રોપર્ટીઓ છોડવાનાં અધિકારનો દાવો કર્યો, તેનાથી વિપરીત માલ્યાનાં વકીલે કહ્યું કે ભારતમાં જાહેરક્ષેત્રની બેંકોને પ્રોપર્ટી પરનો અધિકાર નથી, કેમ કે તેમાં પ્રજાનાં નાણા લાગ્યા છે.
બેંકો વતી, બેરિસ્ટર માર્સિયા શેકાર્ડમિયાને કહ્યું, “એક વ્યાવસાયિક સંસ્થા તરીકે, બેંકોનો અધિકાર છે કે તે પોતાની પાસે રાખવામાં આવેલી સિક્યોરીટી અંગે શું નિર્ણય લે છે, નિવૃત્ત ન્યાયાધીશ દિપક વર્માની માલ્યા વતી રજૂ કરેલી દલીલોનો તેમણે વિરોધ કર્યો કે બેન્કો તેમની પાસેની ભારતીય સંપત્તિ પરના તેમના અધિકારને ત્યાગ કરીને બ્રિટનના કાયદા હેઠળ નાદારી પ્રક્રિયા સ્વીકારી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.