ભગવાન શિવના આઠ સંતાનો અંગે,જાણો…..

ભગાવન શિવના અન્ય સંતાનોની વાત ઘણી ઓછાને ખબર હશે. તો ચાલો જાણી લઈએ ભગવાન શિવના આઠ સંતાનો અંગે..

ધાર્મિક કથાઓ પ્રમાણે પુરાણોમાં ગણેશજીના જન્મ સાથે જોડાયેલી ઘણી કથાઓ મળે છે. ક્યાંક એવું કહેવામાં આવે છે કે ગણેશજીનો જન્મ ભગવાન શિવ અને માતા પાર્વતી દ્વારા રહસ્યમયી રીતે થયો હતો

કથાઓ પ્રમાણે, એક સમય હતો જ્યારે તારકાસુર નામના અસુરનો આતંક ચરમસીમા પર હતો. સ્વર્ગમાં બેઠેલા દેવતાઓ માટે તે એક દહેશત બનતો જતો હતો. તારકાસુરને એ વરદાન પ્રાપ્ત હતું કે ભગવાન શિવ અને માતા પાર્વતીનું સંતાન જ તેનો વિનાશ કરી શકે છે. શિવની અંદર ક્રોધની જ્વાળામાંથી નીકળેલી આગને સ્વયં અગ્નિ પણ સહન કરી શકતી ન હતી. આથી ગંગાજી આ અગ્નિને સરવન તળાવ સુધી લઈ ગઈ જ્યા છ મોઢાંવાળા બાળકનો જન્મ થયો. માતા પાર્વતીએ આ છ માથાઓને જોડીને એક માથામાં પરિવર્તિત કર્યું.

શિવની પુત્રી અશોક સુંદરીની વાત કરવામાં આવી છે. માનવામાં આવે છે કે દેવી પાર્વતી પોતાના એકલપણા અને ઉદાસીનતાને દૂર કરવા માટે એક કલ્પ વૃક્ષી કામના કરી જેનાથી એક સુંદર સ્ત્રીનો જન્મ થયો.

કહેવામાં આવે છે કે ઋષિ કશ્યપ અને ક્રદુની પુત્રી અને વાસુકીની બહેન છે. કહેવામાં આવે છે કે તેમને તેમના પિતા શિવ અને પતિ જગત દ્વારા અસ્વીકાર કરી દેવામાં આવ્યો હતો.

એક અન્ય કથા પ્રમાણે, જ્યોતિનો જન્મ માતા પાર્વતીના માથામાંથી નીકળેલા તેજથી થયો હતો.

એક વખત ભગવાન શિવ ધ્યાન મુદ્રામાં હતા તે સમયે માતા પાર્વતીએ પાછળથી આવીને પોતાના હાથોથી ભગવાન શિવની આંખો બંધ કરી દીધી હતી. આમ કરવાને લીધે આખા સંસારમાં અંધારું છવાઈ ગયું. જેવું જ માતા પાર્વતીના હાથોનો સ્પર્શ ભગવાન શિવના શરીર પર થયો, તેવું જ ભગવાન શિવના શરીર પરથી પસીનો ટપકવા લાગ્યો. તેનાથી જે બાળકનો જન્મ થયો જે અંધકારમાં ઉતપન્ન થવાને કારણે તે બાળક અંધ હતો. આથી તેનુ નામ બંધક રાખવામાં આવ્યું હતું.

શિવની ત્રીજી આંખથી નીકળેલા ક્રોધ અગ્નિ સમુદ્રમાં જઈને પડ્યો જેનાથી જાલંધરની ઉત્પત્તિ થઈ હતી. તે શિવનો જ અંશ હતા. પદ્મ પુરાણ પ્રમાણે, જાલંધર શહેરનું નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યું હતું.

અયપ્પા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપનું સંતાન છે. જ્યારે અસુર રાજા મહિષાસુરને છળથી માર્યો હતો ત્યારે દેવતાઓ પાસેથી બદલો લેવા માટે તેની બહેન મહિષીએ ઘોર તપસ્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કરી અજેયતાનું વરદાન માંગ્યુ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.