વિધાનસભામાં ભાજપના ધારાસઙ્ય મોહન લાલ માંઝીના એક સવાલના જવાબમાં કાયદા, આવાસ અને શહેરી આવાસ વિકાસ મંત્રી પ્રતાપ જેનાએ કહ્યું કે પૂર્વ રાજ્યપાલ બીડી શર્માની અધ્યક્ષતામાં ગઠિત એક કમિટી અને જગન્નાથ મંદિર મેનેજમેન્ટ સમિતિ પાસેથી સ્વીકૃતિ મળ્યા બાદ રાજ્ય સરકારના મંદિરની 35, 272. 235 એકર જમીન વેચવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.
ભૂમિની વસૂલી અને ભૂમિના રેકોર્ડને નિયમિત કરવા માટે પગલા ભરી રહ્યા છે. જગન્નાથ મંદિરના અધિકારીઓના અનુસાર અનેક ભક્તોએ અંતિમ ઈચ્છાના રુપે ભગવાનને જમીન દાન કરી હતી. પરંતુ અનેક વર્ષોમાં લોકોએ આ જમીન પર દબાણ કર્યું હતુ. જ્યારે ભગવાન જગન્નાથના નામ પર ભૂમિ ઓડિશાના 24 જિલ્લામાં ફેલાયેલી છે.
જગન્નાથ મંદિરના સત્તાવાર રેકોર્ડ અનુસાર 17.02 એકર આંધ્ર પ્રદેશમાં છે. જ્યારે 322.93 એકર બંગાળમાં અને 28.218 એકર મહારાષ્ટ્રમાં છે. આ પ્રકારે 25.11 એકર મધ્ય પ્રદેશમાં બિહારમાં 0.274 એકર અને છત્તીસગઢમાં 1.70 એકરમાં સ્થિત છે. અમે આ જમીનોને પાછી મેળવવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટરોના સંપર્કમાં છીએ. ભૂમિ વેચવામાં આવશે અને તેનાથી અર્જિત ધનને પ્રભૂના નામ પર એક નિશ્ચિત જમાં રાશીમાં રાખવામાં આવશે.
ભગવાન જગન્નાથના નામ પર જમીન કબ્જો કરવાના ક્રમશઃ 6 લાખ, 9 લાખ અને 15 લાખ રુપિયા પ્રતિ એકડની ચૂકવણી કરીને પોતાના નામ પર દાખલ કરવાની તક મળી છે. આ દરમિયાન જગન્નાથ મંદિર મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ અને પૂરી રાજા, ગજપતિ દિવ્યા સિંહ દેબે અનિવાસી ઓડિયોથી વાત કરી છે અને મંદિરના સમગ્ર વિકાર માટે તેમનો સહયોહ માંગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.