પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) એ ભગવંત માનને પોતાનો મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવ્યો છે અને અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી હતી.
આ પહેલા આમ આદમી પાર્ટીએ 17 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યા સુધી મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. AAPનો દાવો છે કે પંજાબમાં AAPને સીએમ ઉમેદવાર બનાવવા માટે 21 લાખથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય મોકલ્યો છે અને દાવા મુજબ 17 જાન્યુઆરી સુધી 21.59 લાખ લોકોએ વોટ્સએપ, કોલ અને મેસેજ પર CM ઉમેદવારના ચહેરા પર સૂચનો આપ્યા છે.
પંજાબમાં 20 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે અને પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 117 માંથી 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અગાઉ 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ રવિદાસ જયંતિના કારણે તેને આગળ ખસેડવામાં આવી છે.
પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે અન્ય પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અન્ય પક્ષો તેમના પુત્ર, વહુ અથવા ઘરના માણસને સીએમ ચહેરો બનાવતા હતા પરંતુ AAPએ તેમ કર્યું નથી અને કેજરીવાલે કહ્યું કે ભગવંત માન મારા નાના ભાઈ છે. જો મેં તેમનું નામ સીધું આપ્યું હોત તો ભત્રીજાવાદના આક્ષેપો થયા હોત, લોકો કહેતા કે કેજરીવાલે તેમના ભાઈને ઉમેદવાર બનાવ્યા. તેથી આ નિર્ણય જાહેર મતદાન દ્વારા લેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.