ભાઈ સરકાર છે, ભાજપના પાલિકા પ્રમુખની જોરદાર દાદાગીરી : ઘરમાં ઘૂસી જઈ પરિવાર પર ધોકાવાળી કરી

ઓખામાં બે દિવસ પહેલાં જાહેરમાં ગાળો બોલતાં બે શખ્સોને ટપારતા સાળા – બનેલી સાથે માથાકૂટ કર્યા બાદ રાત્રિના આ ડખ્ખામાં ભાજપના નગરપાલિકા પ્રમુખ સહિત ચાર શખ્સોએ મહિલાઓ સહિત પરિવારજનો પર ઘાતક હથિયારોથી હુમલો કર્યાની ફરિયાદ બાદ ઓેખા મરીન પોલીસે નગરપાલિકા પ્રમુખ ચેતન માણેક સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. 

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ પહેલાં ઓખામાં બજાર વિસ્તારમાં સંજય આલાભા માણેક તેમજ કિશોર આલાભા માણેક નામના શખ્સોને જાહેરમાં ગાળાગાળી ન કરવા અંગે ઓખાના માંડણભા નંઢાભા જગતીયાના પુત્ર તથા જમાઇને ફડાકા ઝીંકી દીધા હતા અને ફોન કરી અન્ય શખ્સોને  બોલાવતા ઇનોવા કારમાં નગરપાલિકાના ભાજપના પ્રમુખ ચેતન ભાવસિંગ માણેક તેમજ કેશુ માલા સહિતના શખ્સો રાત્રિના માંડણભા જગતીયાના ઘરે ધસી જઇ મહિલાઓ સહિત પરિવાર પર ધોકા – પાઇપ  જેવા હથિયારોથી હૂમલો કર્યા અંગે પોલીસ ફરિયાદ કરાતા ઓખા મરીન પોલીસ હરકતમાં આવી હતી અને ઓખા નગરપાલિકા પ્રમુખ સહિત ચારેય શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 

રાત્રિના સમયે પરિવાર પર કરાયેલા હુમલા બાદ  ફરિયાદી પરિવારના ઘાયલ શખ્સોને વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતા અને ફરિયાદીની ફરિયાદને આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જીપી એકટ મુજબ ગુન્હો નોંધી ઓખા પોલીસના સી.બી. જાડેજાએ તપાસ હાથ ધરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.