ભાજપનો આંતરિક જૂથવાદ સુરતમાં થયો છતો, કોંગ્રેસે પણ કરી ઝાટકણી

ભાજપમાં આંતરિક જૂથવાદની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. તેવામાં સુરતમાં ભાજપમાં વધુ એક વખત આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને ન.પ્રા.શિ. જાહેર બાંધકામ સમિતિના ચેરમેન સામ-સામે આવી ગયા હતા. બંને વચ્ચેના વિવાદને કારણે ન.પ્રા. શિક્ષણ સમિતિની 4 શાળાના લોકાર્પણમાં તકતી પરથી એક ચેરમેનનાં નામની બાદબાકી કરી દેવામાં આવી છે.

સુરત ભાજપનો આંતરિક જૂથવાદ ખુલીને સામે આવ્યો છે. વિવાદ થતાં તકતી પરથી એક ચેરમેનનું નામ હટાવી દેવાતાં વિવાદ વધુ ગરમાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચાર શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં આ વિવાદ સામે આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને જાહેર બાંધકામ સમિતિના ચેરમેન સામ-સામે આવી ગયા હતા.

આમંત્રણ પત્રિકામાં સોમનાથ મરાઠેના નામ સાથે હસમુખ પટેલનું નામ હતું. સોમનાથ મરાઠે દ્વારા હસમુખ પટેલના નામનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાટીલ ગ્રુપ V/S ભજીયાવાલા ગ્રુપ સામ સામે થયા હતા. ભાજપના જ એક સમિતિના ચેરમેને અન્ય ચેરમેનના હસ્તે રિબિન કાપવાનો વિરોધ કર્યો હતો. આમંત્રણ પત્રિકા અને અખબારમાં આપેલી જાહેરાતના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ મુદ્દે ખુલીને સામે આવ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે, ભાજપનો આંતરિક જૂથવાદનો આ પુરાવો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.