કોંગ્રેસ મુક્ત ભારતનો નારો બુલંદ કરી બીજીવાર દેશની સત્તા પર કબ્જો મેળવનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અસર રાજ્યોમાં ઘટી રહી હોય એવું દેખાઈ રહ્યુ છે. મોદી લહેર હવે ધીમે ધીમે ઉતરી રહી છે. ભાજપનાં નેતૃત્વવાળા NDA પાછલા બે વર્ષમાં 7 રાજ્યોમાં સત્તા ગુમાવી ચૂકી છે. આની પહેલાં દિલ્હીમાં ફક્ત 3 સીટો જીતનારી ભાજપને આ વખતે સારા પ્રદર્શનની આશા હતી. દિલ્હીનાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી સહિત ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પૂર્વ અધ્યક્ષ અમિત શાહે 45થી વધુ સીટો પર જીતનાં અનુમાનની સાથે સત્તામાં આવવાની આશા અંતિમ ક્ષણો સુધી લગાવી હતી. પરંતુ ભાજપની દિલ્હીમાં સત્તામાં આવવાની આશા તૂટી ગઈ છે.
તેની સાથે જ કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું પણ હવે સપના જેવું જ લાગવા લાગ્યુ છે. એવું પણ કહી શકાયકે, ભાજપ માટે દેશનો રાજકીય નકશો પણ બદલાયો નથી. દિલ્હી સહિત 12 રાજ્યોમાં હજી પણ ભાજપ વિરોધી દળોની સરકારો છે. NDAની 16 રાજ્યોમાં જ સરકાર છે. આ રાજ્યોમાં 42 ટકા વસ્તી રહે છે. જેમાં દિલ્હીની સાથે જોડાયેલું હરિયાણા રાજ્ય પણ છે જ્યાં ગયા વર્ષે ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ રીતે બહુમત મેળવી શક્યુ ન હતુ. આખરે ચૌટાલાનાં પૌત્ર દુષ્યંત ચૌટાલાની નવી પાર્ટી જે.જે.પી. સાથે ગઠબંધન કરીને સરકાર બનાવીને ઈજ્જત બચાવવી પડી હતી.
કોંગ્રેસ જાતે કે કોઈ સાથે ગઠબંધન દ્વારા મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, ઝારખંડ તેમજ પુડ્ડુચેરીમાં સત્તામાં છે. ડિસેમ્બર, 2019માં થયેલી ચૂંટણીમાં ઝારખંડમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસની 7 રાજ્યોમાં સરકાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.