કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં પોતાની નવી ઓફિસમાં શિફ્ટ થઇ શકે છે. ભાજપની ઓફિસથી થોડેક દૂર આ ઓફિસ બની રહી છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ ઓફિસ બનાવવા પાછળ આશરે રૂ.200 કરોડનો ખર્ચ થયો છે. કોંગ્રેસ ભવનનું બહારનું કામ પૂર્ણ થઇ ગયું છે હવે ફિનિશિંગ ચાલી રહ્યું છે. જો કે બિલ્ડીંગ સંપૂર્ણ કાર્યરત થતાં હજુ 8થી 12 માસ લાગી શકે છે.
કોંગ્રેસ આવતા વર્ષે 28 ડિસેમ્બરે પોતાનાં સ્થાપના દિન પર નવી ઓફિસનું ઉદઘાટન કરવાની તૈયારીમાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે બિલ્ડીંગ એજન્સી લાર્સન & ટુબ્રોને કુલ છ માળમાંથી ઓછામાં ઓછા બે માળ અગાઉથી તૈયાર કરવા કહ્યું છે, જેથી 24, અકબર રોડની જૂની ઓફિસથી કેટલાક વિભાગો અહીં શિફ્ટ થઇ શકે. પાછળથી તમામ વિભાગો અહીં શિફ્ટ કરવામાં આવશે.
કોંગ્રેસની ઓફિસ દિનદયાળ રોડ પર આવેલી છે પરંતુ જનસંઘના નેતાનું નામ પાર્ટીના સરનામાં સાથે જોડાય નહીં તે માટે મુખ્ય દરવાજો કોટલા રોડ પર રાખવામાં આવ્યો છે. કોંગ્રેસ ભવનનું નિર્માણ કરી રહેલ એક કર્મચારીએ જણાવ્યું હતું કે બિલ્ડીંગ કુલ સાત માળની છે. બે માળ અંડરગ્રાઉન્ડ અને છ માળ ઉપર છે. આ ઓફિસ સંપૂર્ણ રીતે હાઇટેક હશે.બિલ્ડીંગનું નિર્માણ એલ & ટી કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.