ભાજપના કાર્યકરો બળાત્કારના આરોપી પૂર્વમંત્રી ચિન્મયાનંદના જેલમાંથી છૂટ્યા પર સ્વાગત માટે ઉમટ્યા

બુધવારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ ઉત્તરપ્રદેશની શાહજહાપુર જિલ્લા અદાલતમાંથી બળાત્કારના આરોપમાં જમીન પર છૂટ્યા હતા, ત્યારે ભાજપના કાર્યકરોએ જેલ ની બહાર ચિન્મયાનંદ નું ભવ્ય સ્વાગત કર્યું. ન્યુઝ એજન્સી ANI એ ટ્વિટ કરેલ વીડિયોમાં દેખાય છે કે ચિન્મયાનંદ ના સમર્થકો જેલની બહાર આવીને “સ્વામી મહારાજ કી જય” ના નારા લગાવી તેમને શુભેચ્છા પાઠવી રહ્યા હતા.

જેલર રાકેશ કુમારે કહ્યું કે,”કાયદેસરની કાર્યવાહી પૂરી કરીને તેમને જવા દેવામાં આવ્યા છે.”

72 વર્ષના ભારતીય જનતા પાર્ટીના નેતા ચિન્મયાનંદ પર સપ્ટેમ્બરમાં તેમની જ કોલેજમાં ભણતી એક યુવતીએ શાહજહાંપુરમાં તેમના પર એક વર્ષ સુધી બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ લગાવ્યા બાદ તરત જ 23 વર્ષિય યુવતીની પણ પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી.

ચિન્મયાનંદ ને જામીન આપતા જજ રાહુલ ચતુર્વેદીએ કહ્યું કે જે છોકરીની ઈજ્જત દાવ પર છે તેણે પોતાના પરિવાર કે ન્યાયતંત્રના કોઈ પણ લોકોને ભૂતપૂર્વ નેતા દ્વારા થયેલ જાતીય સતામણી વિશે જણાવ્યું નથી.

  1. ” જે છોકરી ની ઈજ્જત દવ પર છે તેણે પોતાના પરિવાર કે કોર્ટ સામે તેણી સાથે થયેલ ઘટના વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. જે અત્યંત આશ્ચર્યજનક છે. ” હાઈકોર્ટે કહ્યું કે આ બંને તરફી મામલો લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.