દિલ્હીમાં એક વખત ફરીથી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બની શકે છે. ટાઇમ્સ નાઉ-IPSOS ઓપિનિયન પોલના મતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ) ખૂબ જ મજબૂત છે અને આ ચૂંટણીમાં તેને 54-60 સીટો મળી શકે છે. ત્યાં ભાજપને 10-14 સીટોથી સંતોષ માનવો પડી શકે છે. પોલમાં કોંગ્રેસને પણ 2 સીટો મળવાની ધારણા છે. આપને જણાવી દઇએ કે દિલ્હીમાં વિધાનસભાની 70 સીટો છે. પોલના મતે જો દિલ્હીમાં અત્યારે લોકસભા ચૂંટણી થાય તો તમામ 7 સીટો પર ભાજપ જીતી શકે છે.
આપને 52% વોટ મળવાનો અંદાજો
આપને 52% વોટ મળવાની ધારણા છે. જ્યારે ભાજપને 34 ટકા વોટ મળી શકે છે. જો પોલના મતે સીટોમાં ફેરફાર થાય છે તો આપને 60 ટકા સીટો મળી શકે છે. જો કે 2015 ચૂંટણીની સરખામણીમાં આપના વોટ શેરમાં 2.5 ટકાનું નુકસાન છે જ્યારે ભાજપને પણ 1.7 ટકા વોટોનું નુકસાન થતું દેખાઇ રહ્યું છે.
પીએમ પદ માટે મોદી પસંદગીના ઉમેદવાર
જો અત્યારે લોકસભા ચૂંટણી થાય તો ભાજપને 46 ટકા વોટ મળી શકે છે જ્યારે આપને 38 ટકા વોટ મળી શક છે. નરેન્દ્ર મોદી પીએમ પદ માટે પસંદગીના ઉમેદવાર છે. પોલના મતે 75 ટકા વોટની સાથે પીએમ પદની પહેલી પસંદ છે જ્યારે રાહુલ ગાંધી 8 ટકા લોકો પસંદગીની સાથે બીજા નંબર પર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.