Nitin Gadkari PM Post Offer : કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કર્યો મોટો દાવો…કહ્યું 2024ની લોકસભા ચૂંટણી પહેલા મને પ્રધાનમંત્રી પદની એક રાજકીય પાર્ટીએ કરી હતી ઓફર…જો કે મેં ઓફરને ઠુકરાવી દીધી હતી…મને કોઈ પ્રસ્તાવ લોભાવી ન શકે…
Nitin Gadkari Reveal: લોકસભા ચૂંટણી પૂરી થયાના ચાર મહિના બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, એક વિપક્ષના નેતાએ મને PM પદની ઓફર આપી હતી. નાગપુરમાં પત્રકાર પુરસ્કાર સમારોહમાં ગડકરીએ આ ચોંકાનારો દાવો કર્યો છે. તેમણે કહ્યુ કે, ચૂંટણી પહેલાં એક વિપક્ષી નેતાએ મારો સંપર્ક કર્યો હતો. મને પ્રધાનમંત્રી બનાવવાની ઓફર કરી હતી. હું દ્રઢ વિશ્વાસનું પાલન કરનારો વ્યક્તિ છું. મારા માટે મારો પક્ષ સર્વોપરી છે.
નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયામ કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટો ખુલાસો કર્યો છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે એકવાર એક નેતાએ તેમને વડાધાન પદની રેસમાં સામેલ થવા માટે તેમના સમર્થનની ઓફર કરી હતી, પરંતુ તેમણે એવી કોઈ ઈચ્છા ન હોવાનું કહીને ઑફર ફગાવી દીધી હતી. જૂન મહિનામાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ (BJP) ફરી એકવાર દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ બહુમતીથી પાછળ રહી ગઈ હતી અને તેના કારણે સહયોગી દળના બળ પર NDA સરકાર બની હતી. હવે ચૂંટણીના 4 મહિના બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છેહું કોઈનું નામ નહીં લઉં – નીતિન ગડકરી
નાગપુરમાં એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું, ‘મને એક ઘટના યાદ છે. હું કોઈનું નામ નહીં લઉં. પણ એક વ્યક્તિએ મને કહ્યું હતું કે જો તમે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છો તો અમે તમને સમર્થન આપીશું.’ ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું, મેં પૂછ્યું કે તમે શા માટે મને સમર્થન આપો અને હું તમારો ટેકો કેમ લઉં? વડાપ્રધાન બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું મારી માન્યતાઓ અને મારા સંગઠનને વફાદાર છું અને હું કોઈપણ પદ માટે સમાધાન નહિ કરું. કારણ કે મારો નિર્ણય મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે.
કોઈ ઓફર મને લલચાવી ન શકેઃ ગડકરી
નાગપુરમાં પત્રકારત્વ પુરસ્કાર સમારોહ દરમિયાન મીડિયાને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું, ‘મેં એ નેતાને કહ્યું કે હું એક વિચારધારા અને વિશ્વાસને અનુસરનાર વ્યક્તિ છું. હું એવી પાર્ટીમાં છું જેણે મને તે બધું આપ્યું છે જેના વિશે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. કોઈ પ્રસ્તાવ મને લલચાવી શકે નહીં. તેણે કહ્યું, ‘મેં તેને સ્પષ્ટપણે કહ્યું કે હું અમુક સિદ્ધાંતો અને માન્યતાઓ સાથે ઉછર્યો છું અને હું તેની સાથે સમાધાન નહીં કરું.’
વિપક્ષના નેતાએ ક્યારે પીએમ પદની ઓફર કરી?
જો કે, તેણે આ ઘટનાની વિસ્તૃત માહિતી આપી ન હતી અને આ ઘટના ક્યારે બની તે વિશે પણ કોઈ માહિતી આપી ન હતી. પરંતુ, તેમણે સંકેત આપ્યો હતો કે 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા વિરોધ પક્ષના એક ખાસ વરિષ્ઠ રાજકારણીએ તેમનો સંપર્ક કર્યો હતો, જ્યારે એવું માનવામાં આવતું હતું કે ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવી શકશે નહીં અને તેને સરકાર બનાવવા માટે કેટલાક વિરોધ પક્ષોના સમર્થનની જરૂર પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.