ભાજપ નેતા અને પૂર્વ સાંસદ નવનીત રાણાને મળી ગેંગરેપની ધમકી, 10 કરોડની ખંડણી પણ માંગી…

મહારાષ્ટ્રમાં પૂર્વ સાંસદ અને ભાજપના મહિલા નેતાને ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્રમાં ગેંગરેપની અને તેમના ઘરની સામે જ ગૌહત્યાની ધમકી આપી છે.

Navneet Rana Threatened: મહારાષ્ટ્રમાં શનિવારે અજિત પવાર જૂથ (NCP)ના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરી નાખી છે. હજુ આ સમાચારને 24 કલાક જેટલો સમય પણ વિત્યો નથી ત્યાં ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા અને પૂર્વ સાંસદને નવનીત રાણાને ઘમકીભર્યો પત્ર મળ્યો છે. આ પત્રથી હડકંપ મચી ગયો છે. પત્રમાં નવનીત રાણાના પતિની પણ વાત લખવામાં આવી છે.

રુપિયાની ખંડણી પણ માંગી

આ પત્રમાં નવનીત રાણાને ગેંગરેપની ધમકી મળી છે. પત્ર મોકલનારએ તેનું નામ આમિર જણાવ્યું છે. તેમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લખેલા છે. એટલું જ નહીં તેણે 10 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી છે. આ ઉપરાંત પત્રમાં નવનીત રાણાના પતિ રવિ રાણા વિશે વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લખ્યું છે કે, ‘હું હૈદરાબાદનો છું. હું કોઈ પક્ષનો નથી. મારા ભાઈ વસીમે તને દુબઈથી ફોન કર્યો હતો. મે આ પત્ર મારી પત્ની દ્વારા પાસે લખાડાવ્યોપત્ર મોકલનારે નંબર પણ લખ્યો

ખાસ વાત એ છે કે, આ પત્ર મોકલનાર વ્યક્તિએ પોતાનો મોબાઈલ નંબર પણ લખ્યો છે. આ પત્રને લઈને રવિ રાણાના અંગત મદદનીશ વિનોદ ગુહેએ શહેરના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે લોકસભા ચૂંટણી દરમિયાન નવનીત રાણાએ હૈદરાબાદમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો અને જોરદાર ભાષણ પણ આપ્યું હતું.

કોણ છે નવનીત રાણા

નવનીત રાણા એક ફિલ્મ અભિનેત્રી અને રાજકારણી છે. નવનીતે હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને પંજાબીની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે વર્ષ 2014માં NCPની ટિકિટ પર અમરાવતી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ જીતી શકી ન હતી. વર્ષ 2019માં અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. આ વખતે તેમણે શિવસેનાના દિગ્ગજ નેતા આનંદ અડસુલને હરાવીને લોકસભા ચૂંટણી જીતી હતી. આ પછી વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં તે ભાજપમાં જોડાઈ હતી. મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પર કોંગ્રેસના બળવંત વાનખેડેએ નવનીત રાણાને 19,731 મતોથી હરાવ્યા હતા.

નવનીત રાણાનો વિવાદો સાથે છે જૂનો સંબંધ

નવનીત રાણા વિવાદો સાથે પણ જોડાયેલા રહ્યા છે. હૈદરાબાદમાં એક રેલીમાં તેમણે કહ્યું હતું કે ‘જો પોલીસને 15 સેકન્ડ માટે હટાવી દેવામાં આવે તો બંને ભાઈઓ ક્યાં ગયા તે ખબર પણ પડશે નહીં.’ આ સિવાય તેમણે ગુજરાતમાં વધુ એક નિવેદન આપ્યું હતું. જેમાં નવનીત રાણાએ કહ્યું હતું કે ‘જે કોઈ જય શ્રી રામ ન બોલવા માંગતો હોય તે પાકિસ્તાન જઈ શકે છે. આ ભારત છે. જો તમારે અહીં રહેવું હોય તો તમારે જય શ્રી રામ બોલવું પડશે.’ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.