ભાજપના જ નેતાએ કર્યો ધડાકો, કર્ણાટકની સરકાર ઉથલાવવામાં અમિત શાહ જવાબદાર

કર્ણાટકના રાજકારણમાં વધુ એક વખત હોબાળો મચી ગયો છે. હાલ કર્ણાટકના રાજકારણમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં મુખ્યમંત્રી યેદિયુરપ્પાને કહેતા સાંભળી શકાય છે કે જેડીએસ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મુંબઈમાં પક્ષના મોવડીમંડળ એટલે કે અમિત શાહની મરજીથી રાખવામાં આવ્યા હતા અને તેઓ પક્ષના નેતાઓને સલાહ આપે છે કે બધાએ બળવાખોર ધારાસભ્યોની સાથે ઊભા રહેવું જોઈએ, જેમણે ભાજપને સત્તા અપાવી છે. 

ભાજપ નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાની આ ઓડિયો ક્લિપ બુધવારે ભાજપની કોર સમિતિની હુબલીમાં યોજાયેલી બેઠક દરમિયાન રેકોર્ડ કરાઈ હતી. મોબાઈલથી રેકોર્ડ કરાયેલી 7 મિનિટની આ ક્લિપમાં યેદિયુરપ્પા કહે છે કે કોઈપણ મારી સરકારને મજબૂત કરવાનું કામ નથી કરી રહ્યું.

આ સરકાર આપણને વિધાનસભામાંથી બરખાસ્ત કરાયેલા ધારાસભ્યોએ ભેટમાં આપી છે. બળવાખોર ધારાસભ્યોને મુંબઈમાં રાખવાનો નિર્ણય મારો નહોતો, પરંતુ પક્ષ મોવડી મંડળની મંજૂરીથી તેમને અઢી મહિના સુધી ત્યાં રાખવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.