ભાજપનો સંકલ્પ પત્ર: 5 વર્ષમાં 1 કરોડ નોકરી આપશે, નદીઓને જોડી મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત બનાવશે

મુંબઈ: ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેમનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. સંકલ્પ પત્રમાં મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત બનાવવાનો વાયદો કરવામાં આવ્યો છે. તે સાથે જ પાંચ વર્ષમાં એક કરોડ લોકોને નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

બીજેપીએ તેમના સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો પણ કર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેમની સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગણી કરે છે કે, વીર સાવરકરને ભારત રત્ન આપવામાં આવે . વીર સાવરકર સિવાય બીજેપીના સંકલ્પ પત્રમાં સાવિત્રી બાઈ ફુલે અને જ્યોતિ રાવ ફુલેને પણ ભારત રત્ન આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

સંકલ્પ પત્રમાં આ વાયદા

આગામી પાંચ વર્ષોમાં મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત બનાવવામાં આવશે.

પશ્ચિમથી આવતી નદીયોના પાણીને ગોદાવરીની ખીણથી અટકાવીને મરાઠાવાડ અને ઉત્તર મહારાષ્ટ્રથી દુષ્કાળગ્રસ્ત ભાગમાં પહોંચાડવામાં આવશે.

મરાઠાવાડ વોટર ગ્રિડ મહત્વકાંક્ષી યોજનાઓના માધ્યમથી 11 બંધને એકબીજા સાથે જોડીને સંપૂર્ણ મરાઠાવાડને પાઈપલાઈનથી પાણી આપવામાં આવશે.

કૃષ્ણા કોયના અને અન્ય નદીયોમાં પૂરના કારણે વહી જતા વધારાના પાણીને પશ્ચિમ મહારાષ્ટ્રના સ્થાનિક દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારમાં ડાયવર્ટ કરવામાં આવશે.

આગામી 5 વર્ષમાં કૃષિને લગતી વીજળીને સૌર ઉર્જા પર આધારિત કરી ખેડૂતોને દિવસમાં 12 કલાકથી વધારે વીજળી આપવામાં આવશે.

2022 સુધી દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. મૂળભુત સુવિધાઓ માટે કેન્દ્ર સરકારના સહયોગથી 5 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.

રાજ્યના દરેક સ્થાઈ રસ્તા અને દેખભાળ માટે સ્વતંત્ર તંત્રનું નિર્માણ કરવામાં આવશે અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના માધ્યથી દરેક વસાહતને રસ્તાઓ સાથે જોડવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.