ભાજપ ઑપરેશન લોટસથી ગુંડાગર્દી કરી રહી છે: સંજય રાઉત

મહારાષ્ટ્રમાં રાજકારણનો સંગ્રામ દરરોજ એક નવો વળાંક લઈ રહ્યો છે. શિવસેનાને ઝટકો આપ્યા બાદ ભાજપની સરકાર બનાવવાના પ્રયત્નો હવે સુપ્રીમના દરવાજા સુધી પહોંચી ગયા છે.

સરકાર બનાવવાના ભાજપના વલણ અને રીતને લઈને જ્યાં શિવસેના, NCP અને કોંગ્રેસે પડકાર આપ્યો છે ત્યાં ભાજપે દરેક પગલાને કાયદાકીય રીતે ઉઠાવ્યા છે.

આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. શિવસેના નેતા સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે અમને ભાજપે અઢી વર્ષનુ મુખ્યમંત્રી પદ આપવાનું વચન આપ્યુ હતુ જેનાથી તેઓ ફરી ગયા છે.

ભાજપે અજીત પવારને 20 મંત્રાલય અને અઢી વર્ષનુ મુખ્યમંત્રી પદ આપવાનું વચન આપ્યુ છે. તેમણે કહ્યુ કે અજીત પવારની સાથે ગયેલા તમામ ધારાસભ્ય પાછા આવી ગયા છે. પાછા આવનારા ધારાસભ્યોએ ભાજપની ગુંડાગર્દી વિશે જણાવ્યુ છે.

રાઉતે ભાજપને ઑપરેશન કમલથી સત્તા પર કબજો કર્યો હોવાનું ગણાવ્યુ. તેમણે ઑપરેશન કમલ હેઠળ ભાજપ સીબીઆઈ, ઈડી, ઈનકમ ટેક્સ અને પોલીસ દ્વારા વિરોધીઓ પર દબાણ કરીને તેમને પોતાના પક્ષે કરી રહી છે.

રાઉતે એ પણ કહ્યુ કે જો ભાજપને જનતા બહુમત આપી રહી છે તો પછી તેને ઑપરેશન લોટસની જરૂર કેમ પડી રહી છે? ભાજપ ઑપરેશન લોટસ દ્વારા લોકતંત્રમાં ગુંડાગર્દી કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.