LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલા વિવાદ હજુ પણ શમવાનું નામ લેતો નથી. ત્યાં બિન અનામત આંદોલનને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે સમર્થન કર્યું છે. મહત્વનું છે કે, અનામતના પરિપત્ર રદ મુદ્દે આજે સરકારની અગ્નિ પરિક્ષા છે. સરકાર દ્વારા આજે અનામત અંગે નવો પરિપત્ર બહાર પડી શકે છે. મહિલા આંદોલનકારીની માંગને સંતોષવા નવો પરિપત્ર બહાર પાડી શકે છે.
નારાયણ પટેલે પ્રહાર કરતા કહ્યું કે છેલ્લા બે મહિનાથી LRDનો વિવાદ ચાલી રહ્યો છે છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. સાથે જ કહ્યું કે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટથી સરકાર ઉપરી નથી. એટલે સરકાર GRમાં કહેવાયું છે તેને ધ્યાનમાં રાખે અને કોઈ સમાજને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખે.
નારાયણ પટેલે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તે કેટેગરીમાં જ ઉમદવારોની પસંદગી કરો. જો સરકાર અન્યાય કરશે તો અમે સહન નહીં કરી લઇએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કુંવરજી બાવાળીયા અન ભરતસિંહ ઉપવાસ પર બેસી શકે તો આપણે કેમ ના બેસી શકીએ. મેં પણ ડે.સીએમ અને સીએમને પત્ર લખ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.