ભાજપનો રાહુલ ગાંધીને વળતો જવાબ- જો દેશ પૂછશે કે ઇન્દિરા-રાજીવની હત્યાનો કોને ફાયદો થયો તો શું બોલશો.

ઠીક એક વર્ષ પહેલાં, 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા. પુલવામા હુમલાની પહેલી વરસી પર આખો દેશ શોકમાં ડૂબેલો છે. બીજીબાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ત્રણ પ્રશ્નો કર્યા છે. આ ત્રણ પ્રશ્ન રાહુલ ગાંધીએ ટ્વિટર દ્વારા પૂછયા છે. રાહુલે કહ્યું કે આ હુમલાનો સૌથી વધુ ફાયદો કોને થયો?

તેના પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા કપિલ મિશ્રાએ વળતો પ્રહાર કર્યો છે. કપિલ મિશ્રાએ કહ્યું કે જો દેશ પૂછશે કે ઇન્દિરા-રાજીવની હત્યાનો કોને ફાયદો થયો તો શું બોલશો.

રાહુલ ગાંધીના કયા છે ત્રણ પ્રશ્ન?

રાહુલ ગાંધીના ત્રણ પ્રશ્નોમાં બે પ્રશ્ન કંઇક આવા છે. તેમણે પૂછયું છે, ‘આ હુમલાની તપાસમાં શું સામે આવ્યું?, ભાજપની સરકારના સમયમાં આ હુમલો થયો હતો, સુરક્ષામાં થયેલી ભૂલ માટે કોને જવાબદાર ગણાવ્યા છે?’, બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી છે, ‘ગયા વર્ષે ભયાનક પુલવામા હુમલામાં પોતાની જિંદગી ગુમાવનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેઓ અસાધારણ લોકો હતા, જેમણે આપણા રાષ્ટ્રની સેવા અને રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ભારત તેમની શહાદતને કયારેય-કયારેય ભૂલશે નહીં.’

ઇન્દિરા-રાજીવની હત્યાનો ફાયદો કોને થયો?’

રાહુલ ગાંધીની આ ટ્વીટ બાદ ભાજપના નેતા કપિલ મિશ્રાએ કોંગ્રેસના નેતાને વળતો પ્રહારો કર્યો છે. કપિલ મિશ્રાએ લખ્યું કે શરમ કરો રાહુલ ગાંધી. પૂછો છો પુલવામા હુમલાથી કોને ફાયદો થયો? જો દેશે પૂછી લીધું કે ઇન્દિરા-રાજીવની હત્યાથી કોને ફાયદો થયો, પછી શું બોલશો. આટલી ઘટિયા રાજનીતિ ના કરો, શરમ કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.