BJPથી નારાજ થઈને મધ્ય પ્રદેશમાં એક કોર્પોરેટરે રાજીનામુ આપી દીધુ છે. ઈન્દોરથી BJP કોર્પોરેટર ઉસ્માન પટેલે શનિવારે પાર્ટીમાં તમામ પદો પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે કહ્યું કે, BJP વાસ્તવિક મુદ્દાઓથી દૂર થઈ ગઈ છે. તે માત્ર સાંપ્રદાયિક રાજનીતિ કરી રહી છે. GDP નીચે જઈ રહ્યો છે, ફુગાવો વધી રહ્યો છે પરંતુ પાર્ટી એવા કાયદા લાવી રહી છે, જે તમામ ધર્મોના લોકોની વચ્ચે તિરાડી ઊભી કરે છે.
નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગિરક રજિસ્ટર (NRC)ના મુદ્દા પર અલ્પસંખ્યક BJPથી ખૂબ જ નારાજ છે. નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનના મામલા સામે આવી રહ્યા છે. જ્યાં દિલ્હીનું શાહીનબાગ આવા આંદોલનનું કેન્દ્ર બની ગયું છે. જ્યારે લખનૌનું ઘંટાઘર, મુંબઈના ઈન્ડિયા ગેટ સહિત ઘણી અન્ય જગ્યાઓ પર પણ વિરોધ પ્રદર્શનોના સમાચારો સામે આવી રહ્યા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી યુદ્ધસ્તર પર લોકોમાં નાગરિકતા કાયદા પર જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહી છે.
નાગરિકતા કાયદા પર BJPના ટોચના નેતૃત્વએ ઘણીવાર સ્પષ્ટ કર્યું છે કે, નાગરિકતા કાયદો કોઈની પણ નાગરિકતા છીનવતો નથી, પરંતુ તે નાગરિકતા આપવાનો કાયદો છે. છતા પણ અલ્પસંખ્યકોના એક મોટા વર્ગમાં આ કાયદાને લઈને સરકાર વિરુદ્ધ રોષ છે.
BJP અલ્પસંખ્યકોના આ કાયદા અંગા જાગૃત કરવા માટે પ્રદેશ સ્તર પર પણ અભિયાન ચલાવી રહ્યું છે. દરમિયાન નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના પક્ષમાં માહોલ બનાવવામાં વ્યસ્ત BJPની ચિંતા અસ્પસંખ્યક નેતાઓના રાજીનામાએ વધારી દીધી છે. અલ્પસંખ્યકોમાં વધતા અસંતોષને કઈ રીતે અટકાવવામાં આવે, તેને માટે પાર્ટીએ રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.