મહારાષ્ટ્રની છ જિલ્લા પરિષદોમાં ભાજપની હાર થતાં એક સમયના એના સાથી પક્ષ શિવસેનાએ વધુ એક વખત ભાજપની ટીકા કરી હતી. પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખ્યું, ‘ભાજપનો મેકપ ઊતરી ગયો. સત્તાથી ચહેરા પર આવેલી લાલી સત્તાના મદથી ઊતરી ગઇ. મહારાષ્ટ્રના નાગપુર (જ્યાં આરએસએસનું વડું મથક આવેલું છે), નંદુરબાર, ધૂળે, વાસિમ, પાલઘર અને આકોલા જિલ્લા પરિષદની ચૂંટણીમાં એકમાત્ર ધૂળે સિવાય બાકીની પરિષદોમાં ભાજપની કારમી હાર થઇ છે.
એ સંદર્ભમાં શિવસેનાએ આ સંપાદકીય લખ્યો હતો. શિવસેનાએ લખ્યું હતું, ગયા વખતે શિવસેનાની પાટી કોરી હતી. આ વખતે શિવસેનાએ ચાર પરિષદોમાં વિજય મેળવ્યો હતો. શિવસેનાએ એવો દાવો કર્યો હતો કે નંદુરબાર જિલ્લામાં કોંગ્રેસે અમારી સાથે હાથ મિલાવ્યો હોત તો ભાજપનું નામનિશાન ન રહ્યું હોત. નંદુરબાર જિલ્લો હાથમાંથી ગયા પછી ભાજપના ગુંડાઓએ શિવસેનાના અક્કલકુવા વિસ્તારના કાર્યાલયમાં આગ લગાડી દઇને નિરાશા વ્યક્ત કરી હતી.
છેલ્લી ઘડીએ ભાજપને લાગ્યો હતો ઝટકો
પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ માટે આ પરિણામો આંચકાજનક છે. 2019 વિઘાનસભામાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી હતી. શિવસેનાથી મતભેદના કારણે છેલ્લાં તબક્કાએ સરકાર બનતાં બનતાં રહી ગઈ હતી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપીની ગઠબંધન સરકાર રચાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.