ગુજરાતમાં ભાજપનાં નેતાઓની સેક્સ સ્કેન્ડલમાં સંડોવણી હોય કે પછી વ્હોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ વીડિયો મૂકવાની વાત હોય, ભાજપના નેતા અને કાર્યકરો હંમેશા આ બાબતે ચર્ચામાં રહે છે. અને ભાજપમાં આવો જ એક અશ્લીલકાંડ સામે આવ્યો છે. સુરતમાં ભાજપના કાર્યકરે વ્હોટ્સએપ ગ્રૃપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા. જેને જોઈને મહિલા કાર્યકરો શરમમાં મૂકાઈ હતી. જે બાદ મહિલા કાર્યકરોએ અશ્લીલકાંડના આરોપી કાર્યકરને ગ્રૃપમાંથી કાઢી નાખવાની વાત કરી હતી.
ગુજરાતમાં વધુ એકવાર શિસ્તબદ્ધ પાર્ટી ભાજપના કાર્યકર્તા કન્ટ્રોલ બહાર ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લીંબાયત વોર્ડ નંબર 24ના ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર થયા હતા. વ્હોટસએપ ગ્રુપમાં એક પછી એક ચાર વીડિયો શેર થયા હતા. ભાજપના કાર્યકર કિશોર સોલંકીએ અશ્લીલ વીડિયો શેર કર્યા હતા. ભાજપની મહિલા કોર્પોરેટર, ધારાસભ્ય સહિત ગ્રુપ મેમ્બર મહિલાઓ દ્વારા કિશોરને ગ્રુપમાંથી બહાર કાઢવાની માંગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એકબાજુ મોદી સરકાર દ્વારા પોર્ન વેબસાઈટ અને સેક્સ વીડિયો પર લગામ લગાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો આવા અશ્લીલ વીડિયો શેર કરવા એ પણ એક કાનૂની અપરાધ છે. તેવામાં ખુદ ભાજપનો જ કાર્યકર્તા જો આ પ્રકારે અશ્લીલ વીડિયો શેર કરતો હોય અને તે પણ મહિલા કાર્યકર્તાઓ હોય તેવા ગ્રૃપમાં તેનાથી વધારે અશોભનીય વાત ન હોય શકે. અને એ વાત પણ ઉલ્લેખનીય છે કે, ભાજપમાં અવારનવાર આવા અશ્લીલકાંડ સામે આવતાં જ રહે છે. ભાજપના ધારાસભ્ય હોય કે પછી નાનામાં નાનો કાર્યકર જો આવા કાંડ કરતો હોય તો ભાજપને પોતાનામાં આત્મમંથન કરવાની તાતી જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.