દેશમાં દિવસે દિવસે વધી રહેલી બેકારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકાર કેવાં પગલાં લઇ રહી છે એવો સવાલ ખુદ ભાજપના એક સાંસદે કર્યો હતો.
ભાજપના હરિયાણાના નેતા અને રાજ્યસભાના સાંસદ દેવેન્દ્ર પાલ સત્થે આ સવાલ પૂછ્યો હતો. એના જવાબમાં રાજ્યસભામાં વેપાર ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે કોઇ ક્ષેત્રમાં કર્મચારીઓની મોટે પાયે છટણી થઇ હોવાની નક્કર સાબિતી સરકારને મળી નથી.
તેમણે ઉમેર્યું હતું કે સરકાર કૌશલ્યવર્ધન (સ્કીલ ડેવલપમેન્ટ ) પર વધુ ધ્યાન આપી રહી હતી. નોકરી ઇચ્છુકની યોગ્યતા વધતાં આપોઆપ એને સારી તક મળી જતી હોય છે.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ સાંસદે ઉત્પાદન ક્ષેત્રમાં વધી રહેલી બેરોજગારી અંગે સવાલ ઊઠાવ્યો હતો. ગોયલના જવાબથી તેમને સંતોષ થયો હોય એવું લાગતું નહોતું.
અત્રે એ નોંધનીય છે કે ગયા સપ્તાહે સ્કીલ ડેવલપમેન્ટ ખાતાના પ્રધાન મહેન્દ્ર સિંઘ પાંડેએ કહ્યું હતું કે વડા પ્રધાનની સ્કીલ ડેવલપમેન્ટ યોજના હેઠળ 1.1 કરોડ નવી નોકરી પેદા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.