ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર હોવાનો કિસ્સો થોડા દિવસ અગાઉ જ સામે આવ્યો હતો. ત્યારે હવે અમરાઈવાડી બેઠકના ઉમેદવાર જગદીશ પટેલને એકલા પાડી દેવાની નીતિ અખત્યાર કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. આ બેઠક પર જેટલા નેતાઓએ ટીકીટ માંગી હતી તે પૈકીના મોટા ભાગના નેતાઓ હવે જગદીશ પટેલથી જાણે કે અંતર બનાવી રહ્યા હોય તેમાં આ બેઠક પર પ્રચાર માટે ફરકતા નથી. અન્ય સીટો પર અહીંથી નેતાઓ પ્રચારમાં જાય છે પરંતુ આ નેતાઓ અમદાવાદમાં પ્રચાર કરતા નથી.
અમદાવાદની અમરાઈવાડી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને એકલા હાથે ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું નજરે પડી રહ્યું છે. આમ તો આ બેઠક શહેરી વિસ્તારની બેઠક છે અને તે ભાજપનો ગઢ છે. પરંતુ ચૂંટણી સમયે પ્રચાર કરવો જરૂરી હોય છે આ બેઠક પર ઓપન કેટેગરીના મતદારો વધારે છે તો બિનગુજરાતી મતદારોની સંખ્યા પણ વધારે છે પરંતુ કડવા પાટીદાર કે બિનગુજરાતી ભાજપના નેતાઓએ જાણે કે અમરાઈવાડી બેઠક પર અંતર બનાવી રાખ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
જ્યારથી આ બેઠક પર ઉમેદવારના નામની પસંદગી કરવામાં આવી છે ત્યારથી ભાજપના એકપણ દિગ્ગજ નેતાઓ અહી ફરક્યા પણ નથી. પૂર્વ અને પશ્ચિમના સાંસદ આ બેઠકને લઈને પ્રચારમાં લાગેલા છે એ સિવાય એક પણ નેતાઓ અહી પ્રચાર માટે આવ્યા નથી. જયારે ઉમેદવારી નોંધાવવાની હતી ત્યારે આ બેઠક પર ચૂંટણી લડવા માટે 30 જેટલા નેતાઓએ લાઇન લગાવી હતી તે પૈકીના શહેર મહામંત્રી કમલેશ પટેલ, દિનેશ કુશવાહ, અમુલ ભટ્ટ કે પછી ઋત્વીજ પટેલ સહિતના નેતાઓ અત્યારે હવે અમરાઈવાડી બેઠકમાં જ પ્રચાર માટે જતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.