મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ શિવસેનાએ સત્તા માટેના ઉગ્ર લડત વચ્ચે પોતાના મુખપત્ર સામનામાં સાથી ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ કહ્યું છે કે સરકારના નાણાં પ્રધાન સુધીર મુનગંટીવાર રાષ્ટ્રપતિ શાસનની ધમકી આપવી જનાદેશનું અપમાન છે.
સામનાએ લખ્યું, ‘મહારાષ્ટ્રનું રાજકારણ હમણાં એક મનોરંજક શોભાયાત્રા બની ગયું છે. જો મહારાષ્ટ્રમાં શિવરાયની આવી મનોરંજક શોભાયાત્રા નીકળશે તો તેના માટે જવાબદાર કોણ હશે? હાલનો ઝમેલા ‘શિવશાહી’ નથી. રાજ્યની સરકાર નહીં, પરંતુ વિદાય લેતી સરકારના બુઝાયેલ આગિયા રોજ નવી મજાક કરીને મહારાષ્ટ્રને મુશ્કેલીમાં મુકી રહ્યા છે.
ધમકી અને તપાસ એજન્સીનું દબાણનું કોઇ પરિણામ નહીં મળતા વિદાય થતી સરકારના નાણામંત્રી સુધીર મુનગંટીવારે નવી ધમકી આપી છે. 7 નવેમ્બર સુધી સત્તાનું કોકડું ન ઉકેલાય તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવશે.
વધુમાં લખાયું છે કે, શ્રી મુનગંટી અને તેમની પાર્ટીના મનમાં શું ઝહેર ઘોળાઇ રહ્યું છે તે હાલ કહેવું અને સમજવું મુશ્કેલ છે. કાયદો અને સંવિધાનનો અભ્યાસ ઓછો હોય તે આવું જ થાય અથવા કાયદો અને સંવિધાને દબાવીને જે જોઇએ તની પાછળ અલગ નીતિ હોઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.