હિન્દુ સમાજ પાર્ટી અને હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીની હત્યાના મામલામાં નવો જ વળાંક આવ્યો છે. આ મામલામાં કમલેશ તિવારીના માતાએ ભાજપના નેતા પર કાવતરૂરચવાનો આરોપ લગાવ્યો છે.
કમલશ તિવારીન માતાએ મહમૂદાબાદમાં રામજાનકી મંદિર માટે થયેલા કેસને પણ હત્યા પાછળનુ કાર બતાવ્યુ છે. કમલેશની માતાએ શિવ કુમાર ગુપ્તા નામના સ્થાનિક ભાજપી નેતા પર હત્યાનુ કાવતરૂ રચવાનો આરોપ લગાવ્યો છે.
કમલેશ તિવારીના પરિવારજનોએ યુપી સરકાર પાસે પરિવારના બે સભ્યોને નોકરી આપવા માંગણી કરી છે.એટલુ જ નહી પરિવારે કહ્યુ છે કે , જ્યાં સુધી યુપી સીએમ યોગી આદિત્યનાથ મળવા નહી આવે ત્યાં સુધી કમલેશ તિવારીના અંતિમ સંસ્કાર કરવામાં નહી આવે.
કમલેશ તિવારીની પત્નીએ તો એટલે સુધી કહ્યુ છે કે, જો અમારી માંગણી માનવામાં નહી આવે તો હુ પોતે આત્મવિલોપન કરી લઈશ.
ઉલ્લેખનીય છે કે લખનૌમાં ધોળા દિવસે હિન્દુ મહાસભા અને હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની તેમની જ ઓફિસમાં ઘુસીને હત્યા કરી દેવામાં આવી હતી,.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.