કેન્દ્ર સરકાના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર છેલ્લા એક મહીના કરતા વધારાના સમયથી આંદોલન કરી રહ્યાં છે.
.ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી સંપત સિંહે ત્રણેય કેન્દ્રિય કૃષિ કાયદાઓને રદ્દ કરવાની વાત જણાવી છે. ભાજપના નેતાએ કહ્યું કે આ બધા કાયદાઓ પરત ખેંચી લેવા જોઇએ અને MSP પર સરકાર દ્વારા પાકની ખરીદીની ગેરેંટી આપનારો નવો કાયદો તેના સ્થાન પર લાવવો જોઇએ.
સંપત સિંહે કહ્યું જ્યારે સરકાર આશ્વાસન આપી રહી છે કે MSP ચાલુ રહેશે, તો તેને લઇને કાયદો કેમ બનાવતી નથી.
ભાજપના એક અન્ય નેતાએ ખેડૂત આંદોલનની પ્રશંસા કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીરેન્દ્ર સિંહે આંદોલનકારી ખેડૂતોને પોતાનુ સમર્થન આપ્યું છે અને શુક્રવારના રોજ રોહતકના સાંપલામાં ખેડૂત નેતા છોટૂ રામની પ્રતિમાની પાસે એક દિવસ ધરણા પર ધર્યા છે.
બીરેન્દ્ર સિંહના દિકરા વૃજેન્દ્ર સિંહ ભાજપના સાંસદ છે. ભાજપ નેતાએ કહ્યું હું આંદોલનમાં સામેલ થઇ ગયો કારણ કે પહેલા એક ખેડૂત છે અને ત્યારબાદ એક રાજકીય નેતા છું. જેમ કે હું છોટુ રામના પરિવારનો છું, મારુ પહેલુ કર્તવ્ય ખેડૂતોની સાથે ઉભા રહેવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.