ચંદીગઢઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. તેમાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને આરોગ્ય સેવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ભાજપે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તે રાજ્યમાં યુવા વિકાસ અને સ્વ-રોજગાર મંત્રાલય પણ બનાવવા ઈચ્છે છે. ઢંઢેરો જાહેર કરતી વખતે પક્ષના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ અને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર હાજર હતા. નડ્ડાએ કહ્યું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને અમે સંકલ્પ પત્ર તૈયાર કર્યો છે. એ પહેલા નડ્ડાએ વ્યંગ કરતા કહ્યું કે, કોંગ્રેસ ભાજપની જેમ ચૂંટણી ઢંઢેરાનું નામ પણ સંકલ્પ પત્ર રાખ્યું છે, પરંતુ તેઓ નથી જાણતા કે, નામ બદલવાથી સરકાર નથી બનતી.
ભાજપના વાયદા
ભાજપ: ખેડૂતોને રૂ. 3 લાખ સુધી વિના વ્યાજની પાક લોન, પેન્શનનું પણ વચન
મહિલા: રૂ. 1.80 લાખ વાર્ષિક આવક ધરાવતા પરિવારની બે પુત્રીઓને સ્કૂલ-કોલેજમાં મફત શિક્ષણ. સરકારી વિભાગની અસ્થાયી મહિલા કર્મીઓને માતૃત્વનો અવકાશ.
ખેડૂત: રૂ. ત્રણ લાખ વિના વ્યાજની પાક લોન. પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા 14 લાખ ખેડૂતોને રૂ. ત્રણ હજારનું માસિક પેન્શન
યુવા: આશરે રૂ. 500 કરોડ ખર્ચ કરીને 25 લાખ યુવાનોને રોજગારી માટે તાલીમ અપાશે. રાજ્યમાં 1000 ખેલ નર્સરી પણ બનાવાશે.
આરોગ્ય: તમામ 22 જિલ્લામાં અત્યાધુનિક હોસ્પિટલો ખોલાશે. એ સિવાય 2000 સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવાશે. હરિયાણાને ટીબી, એનિમિયા મુક્ત કરવા પગલાં લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.