ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેમ થાય છે અને તેના કારણે પાડોશી રાજ્યનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ વારંવાર ટોણો મારતા રહે છે. જોકે ગુજરાત સરકાર આ અંગે મોન સેવી લે છે અથવા બહાનાબાજી કરે છે કે, ગુજરાતમાં દારૂનું વેચાણ નથી થતું. અને આ અંગે ક્યારેક-ક્યારેક રાજનીતિમાં ગરમાવો પણ આવી જાય છે. હવે ગુજરાતનાં મુખ્યમંત્રી સ્વીકાર કરે કે ના કરે પણ તેમના પક્ષના સિનિયર સાંસદે ગુજરાતમાં દારૂ મળે છે નો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે, જો હું ના કહું તો હું ખોટો પડું.
ગુજરાતના સૌથી સિનિયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર પોતાની જ સરકારની પોલ ખોલી નાંખી છે, રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધી બાબતે કરેલા નિવેદનને મુખ્યમંત્રી રૂપાણીએ ભલે ફગાવી દીધું હોય પરંતુ ગુજરાતનાં સૌથી સિનિયર ભાજપી સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂ વેચાતો હોવાનો એકરાર કાંઈક અલગ રીતે જ કરી નાંખ્યો.
આજે રાજપીપળા ટાઉનહોલ ખાતે યોજાયેલ પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમમાં તેઓને ગુજરાતમાં દારૂ મળે છે કે કેમ? તે બાબતે પૂછાયેલા પ્રશ્ન બાબતે જણાવ્યું કે, આખી દુનિયાને ખબર છે અને જો હું ના કહું તો હું ખોટો પડું. વધુમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે, ઈંગ્લીશ દારૂ કેમિકલવાળો એ શરીરમાં જાય તો શરીરને ખતમ કરી નાંખે છે, કેટલાક તો પાછા ગાંજો પીવા જાય છે.
વધુમાં કેમણે પ્લાસ્ટિકની પોટલીનો ઉલ્લેખ કરતા પ્રવચનમાં જણાવ્યું કે, ઘણા બધા પીણાં પોટલી સ્વરૂપે લઈ જાય છે અને પોટલીથી તો નુકસાન જાય જ છે પણ પોટલીમાં રહેલ પદાર્થ હોય છે તેનાથી તો વધુ નુકસાન જાય છે. કાર્યક્રમ તો હતો ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો અને તેમાં પણ કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ દ્રારા નિર્મિત વાંસમાંથી બનાવેલ બોટલનાં નિદર્શન અમે લોચિંગનો, બોટલને હોંશે હોંશે નેતાઓ અને અધિકારીઓએ લોન્ચ પણ કરી અને તેના ફાયદા ગણાવ્યા અને પ્લાસ્ટિકની બોટલનાં ગેરફાયદા પણ ગણાવી દીધા, પણ જ્યારે મીડિયાએ પૂછ્યું કે, આ કાર્યક્રમમાં જ મહેમાનો માટે જાહેર સ્ટેજ પર પ્લાસ્ટિકની બોટલ મુકાઈ છે ત્યારે સાંસદે જણાવ્યું કે, હા અમે સ્વીકારીએ છે કે, દરેક કાર્યક્રમમાં આવું જ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.